TMC નેતાની હત્યા બાદ શંકાના કારણે એક કથિત આરોપીને માર માર્યો…

કોલકત્તા: પશ્ચિમ બંગાળના દક્ષિણ પરગણા જિલ્લામાં TMC નેતાની હત્યા બાદ સ્થિતિ તંગ છે. અસામાજિક તત્વોએ આ ઘટના બાદ અનેક ઘરોને પણ આગ ચાંપી દેવામાં આવી હતી. આ ઘટના બાદ ટીએમસી અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે રાજકીય નિવેદનોનો દોર પણ શરૂ થઈ ગયો હતો. તેમજ સોમવારે સવારે સ્થાનિક નેતાની હત્યા કરવામાં આવી હતી, જેના કારણે લોકોના એક જૂથે એક કથિત હુમલાખોરને માર માર્યો હતો.
TMC નેતા સૈફુદ્દીન લસ્કરની સોમવારે સવારે જોયનગરમાં તેમના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લસ્કર જોયનગરના બમુંગાચી વિસ્તારમાં તૃણમૂલ એકમના વડા હતા અને તેમની પત્ની પંચાયતમાં છે. હત્યાના થોડા સમય બાદ જ લસ્કરના સમર્થકોએ એક વ્યક્તિને શંકાના આધારે પકડી લીધો હતો અને તેને માર માર્યો હતો.
આ ઘટના બાદ તૃણમૂલ નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે સૈફુદ્દીન લસ્કરની હત્યા પાછળ સીપીએમના સમર્થકોનો હાથ છે. જો કે CPM નેતા સુજન ચક્રવર્તીએ આ આરોપને નકારી કાઢ્યો હતો અને કહ્યું હતું કે આ હત્યા તૃણમૂલની આંતરિક ઝઘડાનું પરિણામ છે. સીપીએમ પર આરોપ લગાવવાનો કોઈ ફાયદો નથી. પોલીસે યોગ્ય તપાસ કરીને ષડયંત્રનો પર્દાફાશ કરવો જોઈએ.
આ બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. આ કેસમાં અત્યાર સુધીમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.



