તિરુપતિ પ્રસાદ વિવાદઃ કર્ણાટક સરકારનો મંદિરોને માત્ર ઘરેલું બ્રાન્ડનું ઘી વાપરવાનો આદેશ…
બેંગલુરુઃ તિરુપતિ લાડુ વિવાદ એક મોટા વિવાદમાં ફેરવાયા બાદ કર્ણાટક સરકારે શુક્રવારે એક પરિપત્ર બહાર પાડીને હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ ડિર્પાટમેન્ટ હેઠળના તમામ મંદિરોને ત્યાં તૈયાર કરવામાં આવતા ‘પ્રસાદ’માં ગુણવત્તા જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો : તિરુપતિ પ્રસાદ વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, હસ્તક્ષેપની માગણી…
મંદિરોને માત્ર કર્ણાટક મિલ્ક ફેડરેશન(કેએમએફ)ના નંદિની બ્રાન્ડ ઘીનો જ ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે કર્ણાટક રાજ્ય ધાર્મિક એન્ડોમેન્ટ વિભાગ હેઠળ આવતા તમામ સૂચિત મંદિરોએ ફરજિયાત સેવા, દીવા, તમામ પ્રકારના પ્રસાદની તૈયારી અને દસોહા ભવન(જ્યાં ભોજન પીરસવામાં આવે છે)માં ફરજિયાત પણે માત્ર નંદિની ઘીનો ઉપયોગ કરવાનો આદેશ છે. પરિપત્રમાં મંદિરોમાં પ્રસાદમાં ગુણવત્તા જાળવી રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : “તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો… ” જાણો કોણે આવો આરોપ લગાવ્યો..
અત્યંત સમૃદ્ધ શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરનું સંચાલન કરતા તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ(ટીટીડી)એ આજે ખુલાસો કર્યો કે ગુણવત્તા માટે પરીક્ષણ કરાયેલા નમૂનાઓમાં હલકી ગુણવત્તાવાળું ઘી અને ચરબીની હાજરી મળી આવી છે. આ દાવો બે દિવસ પહેલા આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુ દ્વારા કરવામાં આવેલા દાવાઓ સાથે મેળ ખાય છે.