નેશનલ

તિલક વર્માએ વન-ડેમાં પણ કર્યું ડેબ્યૂ

રોહિત શર્માએ આપી ભારતીય કેપ

કોલંબો: એશિયા કપ ૨૦૨૩માં સુપર-૪ તબક્કાની છેલ્લી મેચ ભારત અને બંગલાદેશ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બોિંલગ કરવાનો નિર્ણય કર્યો હતો. તિલક વર્માને ટીમ ઈન્ડિયા તરફથી વન-ડેમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું હતુ. કેપ્ટન રોહિત શર્માએ તિલક વર્માને ભારતીય કેપ સોંપી હતી.ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેતા કહ્યું, કે અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં અમને બાદમાં બેટિંગ કરવાની તક મળી નથી, તેથી અમે આ મેચમાં આવું કરવાનો નિર્ણય લઈ રહ્યા છીએ. અમે આ મેચમાં કેટલાક ખેલાડીઓને તક આપવા માગીએ છીએ, જેના માટે અમે અમારી પ્લેઈંગ ૧૧માં ૫ ફેરફાર કર્યા છે. વિરાટ, હાર્દિક, બુમરાહ, સિરાજ અને કુલદીપ આ મેચમાં નથી રમી રહ્યા.નોંધનીય છે કે તિલક વર્માએ ગયા મહિને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ દરમિયાન ટી-૨૦ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો ઘરમાં મચ્છરોના ત્રાસથી તમને આ કુદરતી ઉપાય બચાવશે Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર!

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker