ઉત્તર પ્રદેશના પીલીભીતમાં વાઘ ગામમાં ઘૂસી ગયો, જોવા લોકોના ટોળા ઉમટ્યા
પીલીભીત: ઉત્તર પ્રદેશના પીલીભીતમાં મોડી રાત્રે એક વાઘ જંગલમાંથી માનવ વસ્તીવાળા વિસ્તારમાં ઘુસી ગયો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરા-તફરી મચી ગઈ હતી. વાઘ એક ઘરના આંગણાની દીવાલ પર ચડીને ત્યાં આરામથી બેસી ગયો હતો. વાઘને દિવાલ પર આરામ કરતા જોઈને શ્વાને ભસવાનું શરુ કર્યું હતું, ત્યાર બાદ ગ્રામજનોનું ધ્યાન ગયું હતું. આ વાઘે માણસો પર હુમલો કર્યા અંગેની હજુ સુધી કોઈ માહિતી મળી નથી. વન વિભાગ વાઘને પાંજરે પુરવા પ્રયત્ન કરી રહી છે.
મળતી માહિતી મુજબ, આ વાઘ પીલીભીત જિલ્લાના ટાઈગર રિઝર્વ જંગલમાંથી નીકળીને રાત્રે કાલી નગર વિસ્તારના અટકોના ગામમાં પહોંચી ગયો હતો. વાઘના સમાચાર આસપાસના વિસ્તારોમાં દાવાનળની જેમ ફેલાઈ ગયા હતા. જે બાદ દિવાલ પર સૂતેલા વાઘને જોવા માટે ભીડ એકઠી થઈ ગઈ હતી.
વાઘે ગામના રહેવાસીઓને આખી રાત જાગતા રાખ્યા અને પોતે દિવાલ પર બેસી રહ્યો. ગામમાં વાઘ હોવાની માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ હજુ સુધી વાઘ પકડાયો નથી.
આ ઘટના બાદ વિસ્તારના લોકોમાં વન વિભાગ સામે રોષ ઠાલવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે વન વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે વાઘ જંગલમાંથી ઘરોમાં ઘૂસવા લાગ્યા છે. વિસ્તારમાં ભયનો માહોલ છે.
પીલીભીત જીલ્લામાં એક વાઘ અભ્યારણ છે અને જિલ્લામાં ચાર મહિનામાં વાઘના હુમલામાં પાંચ લોકોના મોત થયા