નેશનલ

એક થા ટાઇગર: બજરંગ અને છોટા મટકા વચ્ચે જામ્યો જંગ, એકનું થયું મોત

ચિમૂર (ચંદ્રપૂર): બે વાઘ વચ્ચે થતાં લડાઈ વિશે તમે સાંભળ્યું હશે, ઘણી વાર ટીવીમાં આપણે આવા દ્રશ્યો જોવા મળ્યા હશે. વાઘોની વચ્ચે શિકાર માટે લડાઈ થતી જ હોય છે, પણ અહીં આ ગામ લોકોએ આવા બે વાઘને બાખડતાં નજરો નજર જોયા છે. બે વાઘની વચ્ચે શિકારને કારણે થયેલ લડાઈમાં એક વાઘનું મૃત્યુ થયું હતું, જ્યારે બીજાને ગંભીર ઇજાઓ પહોંચી છે.

આ જખમી વાઘ ઘણા સમય સુધી ઝાડીઓમાં બેસી રહ્યો હતો. તેની પણ હાલત ચિંતાજનક હોવાનું ત્યાં હાજર લોકોએ જણાવ્યું હતું. આ ઘટના મંગળવારે બપોરે બે વાગ્યાની આસપાસ ચિમુર તાલુકાના વાહાનગામના ખેડૂત સુભાષ દોડકેના ખેતરમાં બની હતી. છોટા મટકા નામના વાઘે એક બળદનો શિકાર કર્યો હતો. આ શિકાર પરથી બંને વાઘની વચ્ચે લડાઈ થઈ હશે એવી આશંકા વનવિભાગે વ્યક્ત કરી છે.

વાહાનગામના કેટલાંક લોકો બપોરે ખેતરે ગચા હતાં. ત્યારે તેમણે આ બે વાઘ વચ્ચે ફાઇટ થતી જોઇ હતી. આ લોકો તરત જ ગામની દિશામાં દોડી ગયા હતાં અને ગામ લોકોને તેમણે આ વાતની જાણકારી આપી હતી. ત્યાર બાદ આખું ગામ આ ફાઇટ જોવા ખેતરે પહોંચી ગયું હતું. જોકે ત્યાં સુધી આ બંને વાઘ વચ્ચેની લડાઈ શમી ગઈ હતી.


લોકોએ જોયું કે એક વાઘ એ જ જગ્યાએ મૃત પડ્યો હતો, જ્યારે બીજો વાઘ ઇજાગ્રસ્ત હાલતમાં જંગલની ઝાડીઓમાં બેઠો હતો. આ વાઘને જોવા માટે ગામલોકોની ભારે ભીડ ઉમટી હતી. કેટલાંક લોકોએ તો મૃત વાઘ સાથે સેલ્ફી પણ પાડી હતી. છોટા મટકા બજરંગ પર ભારે પડ્યો હોવાની ચર્ચાઓ પણ થઇ રહી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…