નેશનલ

Jammu & Kashmirના Dodaમાં સેનાના સર્ચ ઓપરેશનમાં ત્રણ આતંકી ઠાર

નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના ડોડામાં (Doda Encounter) સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. સુરક્ષાદળોએ બે અન્ય આતંકીઓને ઠાર કર્યા છે. આ બાદ બુધવારે સૈન્ય કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં ત્રણ આતંકીઓનો ખાતમો બોલાવી દેવામાં આવ્યો છે. તો હજુ પન ચોથા આતંકીને લઈને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આ માહિતી જમ્મુ એડીજીપીએ X પર પોસ્ટ કરીને સેનાની આ કામગીરીની માહિતી જણાવી હતી.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં થઈ રહેલા આતંકી હુમલાઓને બાદ ગૃહપ્રધાન એક્શન મોડ પર: 16 જૂને બોલાવી બેઠક

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ એક મોટી કાર્યવાહીમાં વધુ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જ્યારે ચોથા આતંકીની શોધ ચાલી રહી છે. હાલ ચાલી રહેલી કાર્યવાહીમાં સુરક્ષા દળોએ ડોડા જિલ્લામાં આતંકવાદ વિરોધી ઓપરેશન ચાલુ રાખતા બુધવારે ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે.

આ પણ વાંચો: જમ્મુ કાશ્મીરમાં દર્શનાર્થીઓની બસ પર આતંકી હુમલો : 10 લોકોના ઘટનાસ્થળે મોત

જમ્મુ એડીજીપીએ X પર પોસ્ટ શેર કરી અને લખ્યું કે ડોડા જિલ્લાના ગંડોહ, ભદ્રવાહ સેક્ટરમાં ચાલી રહેલા સંયુક્ત ઓપરેશનમાં વધુ બે આતંકવાદીઓ માર્યા ગયા છે. આ આતંકીઓ પાસેથી હથિયાર અને દારૂગોળો પણ મળી આવ્યો છે.

આ સાથે દિવસ દરમિયાન અથડામણમાં કુલ ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. આ દરમિયાન ચોથા આતંકવાદીની શોધ ચાલુ છે. આ માટે સુરક્ષા દળો સતત ઓપરેશન કરી રહ્યા છે. માર્યા ગયેલા આતંકવાદીની તાત્કાલિક ઓળખ થઈ શકી નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button