મેંગલૂરુ નજીક એસિડ એટેકમાં ત્રણ વિદ્યાર્થિનીના ચહેરા ગંભીર રીતે દાઝ્યા | મુંબઈ સમાચાર
નેશનલ

મેંગલૂરુ નજીક એસિડ એટેકમાં ત્રણ વિદ્યાર્થિનીના ચહેરા ગંભીર રીતે દાઝ્યા

મેંગલૂરુ: દક્ષિણ ક્નનડ જિલ્લાના કડાબાના તાલુકા મુખ્ય મથક શહેરની સરકારી પ્રિ-યુનિવર્સિટી કોલેજમાં સોમવારે એક યુવકે એસિડ ફેંક્યા બાદ ત્રણ વિદ્યાર્થિનીઓના ચહેરા પર થર્ડ ડિગ્રી બર્ન ઇજાઓ પહોંચી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
એક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ ઘટના પછી વિદ્યાર્થિનીઓને ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ વિદ્યાર્થિનીઓ કોલેજના કોરિડોરમાં બેસીને પ્રિ-યુનિવર્સિટી કોર્સ(પીયુસી) પરીક્ષાની તૈયારી કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. પોતાની ઓળખ છૂપાવવા માસ્ક અને કેપ પહેરેલા
યુવકે બોટલ લઇને તેમની પાસે જઇને તેમના ચહેરા પર એસિડ ફેંક્યું હતું. પોલીસે જણાવ્યું કે તેની ઓળખ પડોશી કેરળના કાસરગોડ જિલ્લાના અબીન તરીકે થઇ છે.
હુમલા બાદ તેણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ ઘટનાના સાક્ષી બનેલા સ્થાનિક લોકોએ તેનો પીછો કરીને તેને પકડી લીધો હતો અને પોલીસને હવાલે કર્યો હતો. પીડિતોને કડાબા સરકારી હૉસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા, પરંતુ વધુ દાઝી જવાથી ત્યાંના ડૉક્ટરોએ પીડિતોના પરિવારોને વધુ સારી સારવાર માટે મેંગલૂરુ ખસેડવાની સલાહ આપી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું. વધુમાં કડાબા પોલીસે તપાસ હાથ ધરી છે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button