વધુ ત્રણ સાંસદ સસ્પેન્ડ કુલ આંકડો ૧૪૬ પર પહોંચ્યો | મુંબઈ સમાચાર
નેશનલ

વધુ ત્રણ સાંસદ સસ્પેન્ડ કુલ આંકડો ૧૪૬ પર પહોંચ્યો

નવી દિલ્હી : ગુરૂવારે લોકસભામાં વધુ ત્રણ સાંસદોને સસ્પેન્ડ કરવાથી લોકસભામાં કુલ ૧૦૦થી વધુ સાસદોને બરતરફ થવાનો વિક્રમ સર્જાયો છે. ૧૪ ડિસેેમ્બર પછી ગેરવર્તન બદલ સંસદના બન્ને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં કુલ ૧૪૬ સાંસદો બરતરફ થયા છે.

૯૭ સાંસદોને સત્રના બાકીના ભાગ સુધી સસ્પેન્ડ કરાયા છેે અને ત્રણનેે ગૃહની વિશેષાધિકાર સમિતિનો અહેવાલ આવે ત્યાં સુધી સર્વિસીસમાંથી દૂર
કરાયા છે.

દરમિયાન આજે એક દિવસ પહેલાં લોકસભાના શિયાળુ અધિવેશનને આટોપી દેવાયું હતું. સત્ર ચાર ડિસેમ્બરથી શરૂ થયું હતું.

આ સત્રમાં ૨૦૦૧ના સંસદભવનના હુમલાની વરસીએ બે જણ પબ્લિક ગેલેરીમાંથી કૂદકો મારીને લોકસભામાં ઘૂસી ગયા હતા.

લોકસભાએ શિયાળું સત્રમાં ૧૮ ખરડા મંજૂર કર્યા હતા અને એની પ્રોડક્ટિવિટી ૭૪ ટકા રહી હતી. અંગ્રેજોના કાળના ત્રણ ફોજદારી કાયદાને બદલવા ત્રણ બિલ પાસ કરાયા હતા. (એજન્સી)

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button