નેશનલ

શોકિંગઃ આંધ્ર પ્રદેશમાં પ્રોપર્ટીના વિવાદમાં ત્રણ જણની હત્યા કરાઈ

વેટલાપાલેમ: કાકીનાડા જિલ્લાના વેટલાપાલેમ ગામમાં રવિવારે રાત્રે એક ઘરના બાંધકામ સાથે સંકળાયેલા વિવાદમાં એક જ પરિવારના ત્રણ સભ્યની કથિત રીતે હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં ડી એસ પી વિક્રાંત પાટીલે આજે જણાવ્યું હતું કે હુમલામાં કે પ્રકાશ રાવ (૫૩), કે ચંદ્ર રાવ (૬૦), અને કે યેસુ બાબુ (૪૮) કથિત રીતે માર્યા ગયા હતા, જ્યારે ચાર અન્ય જણ ઘાયલ થયા હતા.

પાટિલે જણાવ્યું હતું કે પીડિતો જ્યાં ઘર બનાવી રહ્યા હતા તે જમીન પર વિવાદ હતો. તેઓ કોંક્રિટ સ્લેબ નાખવાના હતા ત્યારે આરોપીઓએ સ્થળ પર તેમના પર હુમલો કર્યો હતો. પાટિલના જણાવ્યા અનુસાર, લગભગ ૧૫ લોકોએ કથિત રીતે હુમલો કર્યો હતો, જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને અન્ય બે ઈજાગ્રસ્ત હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા હતા. પોલીસે હુમલાખોરોની ઓળખ બી ઝકરિયા, બી મોશે, અપ્પન્ના, દોરૈયા અને અન્ય તરીકે કરી છે, જેઓ અત્યારે ભાગતા ફરે છે.

પાટીલે કહ્યું હતું કે મૃતક અને હુમલાખોરો બંને અલગ-અલગ પરિવારના હતા, અને પીડિતોએ ઘર બનાવવા માટે સામુદાયિક તળાવ પર અતિક્રમણ કરવાનો આરોપ મૂક્યા પછી વિવાદ શરૂ થયો હતો.

વધુમાં, પોલીસે નોંધ્યું હતું કે હુમલાખોરોને કથિત રીતે ગામમાં તેમની મોટપ ગુમાવવાનો ડર હતો, કારણ કે પીડિતો એક મોટું મકાન બનાવવાનાં હતા, જે આખરે લોહિયાળ અથડામણમાં પરિણમી હતી. પાટીલે કહ્યું હતું કે પોલીસે ગામમાં સુરક્ષા વધારી દીધી છે અને આરોપીઓને સક્રિયપણે શોધી રહી છે. હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે, અને તપાસ ચાલી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button