લદાખમાં ભૂકંપના એક પછી એક ત્રણ આંચકા | મુંબઈ સમાચાર
નેશનલ

લદાખમાં ભૂકંપના એક પછી એક ત્રણ આંચકા

જમ્મુ: લદાખમાં સોમવારે ૫.૫ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો જેના પછી ૧૫ મિનિટમાં ઓછી તીવ્રતાના બે આંચકા આવ્યા હતા, તેવી માહિતી અધિકારીઓએ આપી હતી. જમ્મુ અને કાશ્મીરના કિશ્તવારમાં ઓછી તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જાનમાલની હાનિનો કોઈ અહેવાલ મળ્યો ન હતો. લદાખમાં બપોરના ૩.૪૮ કલાકે ૫.૫ તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો તેવું નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજીના (એનસીએસ) અધિકારીઓએ કહ્યું હતું. ભૂકંપનું મધ્યબિન્દુ કારગીલ હતું અને જમીનની સપાટીથી દશ કિલોમીટર નીચે હતું. આ આંચકા પછી બપોરના ૪.૦૧ કલાકે ૪.૮ અને ૩.૮ તીવ્રતાના બે આફટરશોક અનુભવાયા હતા. કિશ્તવાર જિલ્લામાં ૩.૬ તીવ્રતાનો ભૂકંપનો આંચકો સપાટીથી ૧૦ કિલોમીટર નીચે આવ્યો હતો.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button