Threat to bomb Mahabodhi Temple

મહાબોધિ મંદિરને બોમ્બથી ઉડાવવાની ધમકી; તંત્ર થયું હાઇ એલર્ટ- પત્રમાં ISIનો ઉલ્લેખ

બોધગયા: બિહારના બોધગયામાં સ્થિત મહાબોધિ મંદિર ફરી એકવાર આતંકવાદીઓના નિશાના પર છે. દુબઈમાં છુપાયેલા ઝારખંડ રાજ્યના કુખ્યાત ગુનેગાર વિકીએ મહાબોધિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. બોધ ગયા મંદિર પ્રબંધન સમિતિને એક પત્ર દ્વારા આ ધમકી મળી છે. જેમાં ISIનો પણ ઉલ્લેખ જોવા મળી રહ્યો છે. મહાબોધિ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ બિહાર, ઝારખંડ અને દિલ્હી સહિત અન્ય રાજ્યોની પોલીસ સક્રિય થઈ ગઈ હતી.

વિવિધ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર
મહાબોધિ મંદિરમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ સમગ્ર બોધગયામાં પોલીસ અને વિવિધ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. તેમજ મંદિરની આસપાસ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. સઘન તપાસ બાદ જ ભક્તોને મંદિરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સિટી એસપી પ્રેરણા કુમારે જણાવ્યું કે મહાબોધિ મંદિર પ્રબંધન સમિતિને પોસ્ટ દ્વારા ધમકીભર્યો પત્ર મળ્યો છે. આ અંગે બોધગયા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.


Also read:


પોલીસે બનાવી તપાસ ટીમ
ધમકીની ગંભીરતાને ધ્યાનમાં લેતા બોધગયા એસડીપીઓના નેતૃત્વમાં તપાસ ટીમ બનાવવામાં આવી છે. તપાસ ટીમમાં બોધગયા પોલીસ સ્ટેશનના અધિકારી મનોજ કુમાર સિંહ ઉપરાંત ટેકનિકલ શાખાના અધિકારીઓ પણ સામેલ છે. તેમણે કહ્યું કે પ્રારંભિક તપાસમાં આ કોઈ તોફાની તત્વોનું કામ હોવાનું જણાય છે. તેમ છતાં સાવચેતીના પગલા રૂપે પત્રમાં દર્શાવેલ તમામ આરોપીઓના નામ તેમજ અન્ય તમામ મુદ્દાઓની સઘન તપાસ કરવામાં આવી રહી છે.

ગેંગસ્ટર ખાનનો ઓડિયો વાયરલ
વાસેપુર ગેંગસ્ટર પ્રિન્સ ખાનનો એક નવો ઓડિયો વાયરલ થઈ રહ્યો છે. ઓડિયોમાં પ્રિન્સ કહી રહ્યો છે- ‘માય નેમ ઈઝ ખાન, હું આતંકવાદી નથી’. ધમકીભર્યા પત્રને ખોટો ગણાવતા પ્રિન્સ ખાને કહ્યું કે આ વિરોધીઓનું કાવતરું છે. મંદિરને ઉડાવી દેવાની ધમકીનો આરોપ સંપૂર્ણપણે ખોટો છે.

Back to top button