નેશનલ

હિમાચલના હજારો લોકોએ ક્રિપ્ટો કૌભાંડમાં 200 કરોડ ગુમાવ્યા

સિમલા: હિમાચલ પ્રદેશના હજારો લોકોએ વર્ષ 2018થી અત્યાર સુધીમાં ક્રિપ્ટોકરન્સી છેતરપિંડીમાં રૂ. 200 કરોડ કરતા પણ વધુ ગુમાવ્યા છે. જોકે, આ છેતરપિંડીના માસ્ટરમાઈન્ડને શોધી કાઢવામાં પોલીસને હજુ સુધી સફળતા નથી મળી.

ક્રિપ્ટોમાં રોકાણ કરનારને ટૂંકાગાળામાં જ વધુ વળતર આપવાની લાલચ આપી ગેન્ગના સભ્યોએ રોકાણકારોનું નૅટવર્ક ઊભું કર્યું હતું.

સ્વતંત્ર વિધાનસભ્ય હોશિયાસ સિંહે આ મુદ્દો વિધાનસભામાં પણ ઊપાડી લીધો હતો અને કહ્યું હતું કે કાંગરા અને હમીરપુરના લોકોએ આ કૌભાંડમાં રૂ. 200 કરોડ કરતા પણ વધુ ગુમાવ્યા છે.

વિધાનસભામાં સિંહે આ મુદ્દો ઊપાડી લીધા બાદ આ મામલે તપાસ યોજવા સ્પે. ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી)ની રચના પણ કરવામાં આવી હતી. જોકે, કૌભાંડની વાસ્તવિક રકમ હજુ જાણી શકાઈ નથી, એમ એસઆઈટીનું નેતૃત્ત્વ કરી રહેલા ડીઆઈજી-નોર્થ રેન્જ અભિષેક ધુલ્લરે સમાચાર સંસ્થાને આપેલી મુલાકાતમાં કહ્યું હતું. રોકાણકારોમાં ખોટી માહિતી અને ભ્રમણા ફેલાવી ગેન્ગના સભ્યોએ રોકાણકારો પાસેથી રૂપિયા પડાવવાનું ચાલુ રાખ્યું હતું. સૌપ્રથમ કાર્વિઓ અને ક્રૉ કૉઈન લૉન્ચ કરવામાં આવ્યા હતા. પ્રારંભિક ઍક્ટિવેશન ફીમાં વધારો કરી તેમણે રોકાણકારોને વધુ વળતર આપવાનું વચન આપ્યું હતું એમ જણાવતાં પોલીસે કહ્યું હતું કે એક વખત અકાઉન્ટ ઍક્ટિવેટ થયા બાદ રોકાણકારોને આ યોજનામાં વધુ સભ્યોને જોડવા જણાવવામાં આવ્યું હતું.

નવા જોડાતા સભ્યો પાસેથી મળ્ેલી રકમની મદદથી ગેન્ગના સભ્યો જૂના રોકાણકારોને ચૂકવણી કરતા હતા જેને કારણે આરંભિક રોકાણકારોને રોકાણ પર ભારે વળતર મળ્યું હતું અને તેઓ આ સ્કીમના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા હતા. કૌભાંડીઓએ ક્રિપ્ટો કૉઈનને લિસ્ટ કરવા તેમ જ તેની કિંમતમાં ફેરફાર કરવા બનાવટી વૅબસાઈટ પણ બનાવી હતી. તેમને ડીજીટી નામનો નવો કૉઈન બહાર પાડ્યો હતો અને રોકાણકારોએ ઊંચા દામ પર તેની ખરીદી કર્યા બાદ જાણીજોઈને આ કૉઈનના ભાવ નીચે લાવી દેવામાં આવ્યા હતા જેને કારણે રોકાણકારોને ભારે નુકસાન થયું હતું.

જુદી જુદી કંપનીઓના નામ હેઠળ આરોપીઓએ નવા કૉઈન બહાર પાડ્યા હતા. નવો બહાર પાડવામાં આવેલો કૉઈન રોકાણકારો માટે નવી તક હોવાનું જણાવી તેમાં રોકાણ કરવા તેમને પ્રોત્સાહિત કરવામાં આવતા હતા.

પાંચ વર્ષ દરમિયાન ગેન્ગના સભ્યોએ છેતરપિંડી કરવા માટે જુદી જુદી ત્રણથી ચાર ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ કર્યો હતો.

આ વરસે છેતરપિંડીની આવી પચાસ કરતા પણ વધુ ફરિયાદ મળી હોવાનું પોલીસે કહ્યું હતું. (એજન્સી)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત