
જ્યોતિષ શાસ્ત્રમાં કેતુને છાયા ગ્રહ અને શનિને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 2024માં કેતુ કન્યા રાશિમાં જ બિરાજમાન રહેશે અને અહીંયા તમારી જાણ માટે કેતુ દર દોઢ વર્ષે કેતુ રાશિ પરિવર્તન કરે છે. 30મી ઓક્ટોબર, 2023ના કેતુ ગોચર કરીને કન્યા રાશિમાં પ્રવેશ કર્યો હતો અને હવે 2024માં તે આ જ રાશિમાં બિરાજમાન રહેશે. જ્યારે ન્યાયના દેવતા શનિ કુંભ રાશિમાં બિરાજમાન છે અને 2024નું વર્ષ શનિ કુંભ રાશિમાં જ બિરાજમાન રહેશે. આ રીતે શનિ અને કેતુની આ સ્થિતિ ષડાષ્ટક યોગ બનાવી રહી છે. 12-12 રાશિના પર આ ષડાષ્ટક યોગની અસર જોવા મળશે. પણ આ અસર શુભ-અશુભ હોઈ શકે છે. તેમ છતાં ચાર રાશિના જાતકો માટે આ યોગ ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે. આ ચાર રાશિના જાતકોને કરિયરમાં પારાવાર સફળતા મળશે, નોકરી કરનારા લોકોને એક પછી એક સારી ઓફર મળી શકે છે. મોટા પદ અને મોટી સેલરી ઓફર કરવામાં આવી શકે છે. આ સિવાય જીવનની પરેશાનીઓમાંથી પણ મુક્તિ મળી રહી છે. આવો જોઈએ કઈ છે આ ચાર રાશિઓ કે જેની કિસ્મત કેતુ અને શનિ દેવ ચમકાવી રહ્યા છે.

શનિ-કેતુ મળીને વૃષભફ રાશિના લોકોને પારાવાર લાભ કરાવી રહ્યા છે. આ રાશિના જાતકો માટે 2024નું વર્ષ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહ્યું છે. આ સમયગાળામાં આ રાશિના લોકોને નવી નવી નોકરીની ઓફર મળી શકે છે. તમારી આર્થિક સ્થિતિ વધારે મજબૂત બની શકે છે. કરિયરમાં મળેલી સફળતાને કારણે તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે.

2024નું વર્ષ સિંહ રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થવા જઈ રહ્યું છે. આ રાશિના જાતકોના જીવનની જૂની સમસ્યાઓ એક એક કરતી દૂર થતી જશે. આવકમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. ધન-દૌલતમાં પણ વધારો થઈ રહ્યો છે. ધાર્મિક કાર્યમાં તમારી રૂચિ વધતી જણાઈ રહી છે.

કન્યા રાશિના લોકો માટે પણ આવનારું 2024નું નવું વર્ષ એક પછી એક નવી નવી સફળતાઓ અપાવી રહ્યું છે. સમાજમાં તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળતી જણાઈ રહી છે. ઘરમાં માહોલ ખુશનુમા રહેશે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે.

તુલા રાશિના લોકો માટે પણ શનિ અને કેતુને કારણે બની રહેલો ષડાષ્ટક યોગ ભાગ્યશાળી સાબિત થવા જઈ રહ્યો છે. આ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો લાભ મળી રહ્યો છે. સમાજમાં પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થઈ રહી છે. ઘરમાં સુખ-સમૃદ્ધિ અને ખુશહાલીનું આગમન થશે. આવકના નવા નવા સ્રોત ઊભા થશે.