નેશનલસ્પેશિયલ ફિચર્સ

Rajdhani Express કરતાં પણ બેસ્ટ છે Indian Railwayની આ ટ્રેન…ખૂબી જાણશો તો ખુશીથી ઉછળી પડશો…

ભારતીય રેલવે એ દેશ જ નહીં પણ દુનિયાનું સૌથી વિશાળ રેલવે નેટવર્ક છે અને દુનિયાના ચોથા નંબરના સૌથી વિશાળ નેટવર્કમાં Indian Railwayની ગણતરી કરવામાં આવે છે. પણ હવે તમને થશે કે ભારતીય રેલવેની ટોપ મોસ્ટ ટ્રેનમાં Rajdhani Expressનો સમાવેશ થાય છે તો આખરે ભારતીય રેલવેમાં એવી તે કઈ ટ્રેન છે કે જે Indian Railway’s Primium Train Rajdhani Express કરતાં પણ વધારે બેસ્ટ છે? ચાલો તમારા આ સવાલનો જવાબ પણ આપી જ દઈએ…

આ Train છે Vande Bharat Sleeper… ટૂંક સમયમાં જ ભારતીય રેલવેમાં Most Popular Vande Bharat Trainનું Sleeper Version. તમારી જાણ માટે કે Vande Bharat Trainનું Sleeper Version Rajdhani Express કરતાં પણ બેસ્ટ સાબિત થવાનું છે. આ ટ્રેનમાં જે સુવિધા આપવામાં આવશે એ જોઈને તમારું દિલ એકદમ ગાર્ડન ગાર્ડન થઈ જશે…

Vande Bharat Sleeper Train પૂરી રીતે એસી હશે અને તેની સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાકની હશે. 16 કોચવાળી આ ટ્રેનમાં 11 3-Tier Ac, 2 2-Tier Ac અને 1 1Tire Ac Coach હશે. આ સિવાય પ્રવાસીઓના પ્રવાસને વધુ આરામદાયક બનાવવા માટે આ કોચમાં વધારાની ગાદીની સુવિધા પણ આપવામાં આવશે. વંદે ભારતના સ્લિપર કોચમાં પ્રવેશતા જ તમને લક્ઝરીનો અહેસાસ થશે, કારણ કે આ કોચમાં શાવર લેવાની સુવિધાની સાથે સાથે ગરમ પાણીની સુવિધા પણ આપવામાં આવશે.

આ ઉપરાંત અપર બર્થ પર પ્રવાસ કરનારા પ્રવાસીને ઉપર ચઢવા માટે સરસ મજાની ડિઝાઈનર પગથિયા બનાવવામાં આવ્યા છે, જેથી પ્રવાસી સરળતાથી ઉપર ચઢી શકે. વંદે ભારતના શૌચાલયની વાત કરીએ તો આ શૌચાલયમાં અન્ય ટ્રેનની જેમ દુર્ગંધ ન આવે એટલે તેને બાયો વેક્યુમ બનાવવામાં આવ્યું છે અને વોશ બેસિનમાં પણ સેન્સરવાળા ટેપ આપવામાં આવ્યા છે, જેથી પાણીનો વેડફાટ બચાવી શકાશે.

પ્રવાસીઓ માટે વંદે ભારત સ્લીપર ટ્રેનમાં લાઈટિંગની પણ એકદમ દમદાર વ્યવસ્થા કરવામાં આવી છે. કોમન એરિયામાં સેન્સર બેઝ્ડ લાઈટ્સ હશે અને લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વાત એટલે વંદે ભારત સ્લીપરમાં દરવાજા એકદમ ઓટોમેટિક હશે, જીએફઆરપી પેનલથી સજ્જ હશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button