
પીએમ મોદી પર માલદીવ્સના ઉપમંત્રીઓએ કરેલી વાંધાજનક ટિપ્પણી બાદ દેશભરના સેલિબ્રિટીઝે પોતાની પ્રતિક્રિયા આપી હતી. મનોરંજન જગતના અનેક ખ્યાતનામ કલાકારોએ ટ્રીપ કેન્સલ કર્યાના સમાચારો સામે આવ્યા હતા. હવે તેલુગુ ઇન્ડસ્ટ્રીના પોપ્યુલર એક્ટર નાગાર્જુને પણ તેની માલદીવ્સની ટ્રીપ કેન્સલ કરી દીધી હતી.
નાગાર્જુને નિવેદન આપ્યું હતું કે તે માલદીવ્સના વાતાવરણને ‘સ્વસ્થ’ માનતો નથી. માલદીવ્સના ઉપમંત્રીઓએ જે ટિપ્પણી કરી હતી તે વિશે પણ તેમણે કહ્યું હતું કે પીએમ મોદી દેશના અબજો લોકોનું નેતૃત્વ કરી રહ્યા છે, માલદીવ્સના મંત્રીઓએ જે નિવેદન આપ્યું તે બિલકુલ યોગ્ય નથી. દરેક ક્રિયાની એક પ્રતિક્રિયા હોય છે, તેમણે કરેલી ક્રિયાનું તેઓ પરિણામ ભોગવી રહ્યા છે.
તેલુગુ ફિલ્મ પ્રોડ્યુસર્સ કાઉન્સિલ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો જેમાં નાગાર્જુન તેમની આગામી ટ્રીપ વિશે વાત કરી રહ્યા છે. તેઓ પોતાની માલદીવ્સ ટ્રીપ વિશે વાતચીત કરતા કહી રહ્યા છે કે તેમણે બિગબોસ અને ના સામી રંગા માટે સતત 75 કલાક શૂટ કર્યું હતું. હવે તેમને બ્રેક લેવો છે. નાગાર્જુને કહ્યું હતું કે તેમણે માલદીવ્સની બધી ટિકિટો કેન્સલ કરાવી દીધી છે અને આવતા અઠવાડિયે લક્ષદ્વીપ જવાની યોજના બનાવી રહ્યા છે.