રામમંદિર માટે દલીલ કરનાર આ સ્વામીએ કહ્યું કે અમે અખંડ ભારત ઈચ્છીએ છીએ….

ગોંડા: જગતગુરુ સ્વામી રામભદ્રાચાર્યજી મહારાજે લોકોને સંબોધતા કહ્યું હતું કે અમે અખંડ ભારત ઈચ્છીએ છીએ. ત્યારે હાલમાં જે કાશ્મીર પાકિસ્તાનના કબજા હેઠળ થે તે પણ ભારત પાસે હોવું જોઇએ અને ભારત એક સંયુક્ત રાષ્ટ્ર બનવું જોઈએ. અમે ઇચ્છતા હતા કે અયોધ્યામાં રામલલાનું મંદિર બને અને વિધર્મીઓને એક ઇંચ પણ જમીન ન મળે અને રામલલાનું ભવ્ય મંદિર બની રહ્યું છે. ત્યારે હવે મારી એક જ ઇચ્છા છે કે પાકિસ્તાને કબજે કરેલું કાશ્મીર અને ચીને જે 800 ચોરસ મીટરનો કબજો કર્યો છે તે પાછો મેળવીને ભારતમાં ભેળવી દઇએ અને અખંડ ભારત બની જાય. જગતગુરુ સ્વામી રામભદ્રાચાર્યજી મહારાજની દલીલોના કારણે જ રામ મંદિરની તરફેણમાં ચુકાદો આવ્યો હતો.
નોંધનીય છે કે ગોંડાના નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના મહેશપુર ગામમાં શૌર્ય ભવનનો શિલાન્યાસ જગદગુરુ સ્વામી ભદ્રાચાર્યજી મહારાજના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો તે સમયે સ્વામીએ લોકોને કહ્યું હતું કે અખંડ ભારતની ઇચ્છા ટૂંક સમયમાં જ પૂરી થશે. ઉલ્ળેખનીય છે કે આ કાર્યક્રમમાં પદ્મ વિભૂષણ રાજશ્રી બિરલા તેમજ દેશના ઘણા મોટા ઉદ્યોગપતિઓએ હાજરી આપી હતી. આ શૌર્ય ભવન 200 કરોડના ખર્ચે 1 લાખ ચોરસ ફૂટમાં બનાવવામાં આવશે.
શૌર્ય ભવન કોઠારી ભાઈઓની યાદમાં બનાવવામાં આવી રહ્યું છે જેમણે રામ મંદિરના નિર્માણ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. રામ મંદિર બને તે માટે બંને કોઠારી ભાઈઓ ગોળી વાગી હતી. ત્યારે કેઠારી ભાઈઓની સ્મૃતિમાં બની રહેલા આ વિશાળ શૌર્ય ભવનમાં બે મોટા સત્સંગ ભવન અને એક લાખ પુસ્તકોની ક્ષમતાવાળું પુસ્તકાલય બનાવવામાં આવશે. જ્યાં 24 કલાક ભગવાન શ્રી રામના સ્તોત્ર અને શ્રી રામચરિત માનસના પાઠ થશે. કોઠારી ભાઈઓના જીવનકાળ સાથે જોડાયેલી યાદોને દિવાલો પર કંડારવામાં આવશે.