નેશનલ

પ્રભુ રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આ સિંગર ભજનના સૂર રેલાવશે….

અયોધ્યા: 22 જાન્યુઆરી 2024ના રોજ બપોરે 12:20ના સમયે પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યમાં મંદિરમાં કરવામાં આવશે. આ અવસરે દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સહિત લગભગ 8000 ઋષિ-મુનિઓ અને અનેક ક્ષેત્રોની પ્રતિષ્ઠિત હસ્તીઓ પણ હાજર રહેશે. ત્યારે હવે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ઈન્ડિયન આઈડલ સીઝન 13 ના વિજેતા અયોધ્યાના ઋષિ સિંહને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

ઋષિ સિંહ 22 જાન્યુઆરીએ ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને અન્ય મહેમાનોનીં હાજરીમાં ભજન રજૂ કરશે. આમંત્રણ મળ્યા બાદ ઋષિ સિંહ ખૂબ જ ખુશ છે. તેણે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની સામે ભગવાન રામલલાના દરબારમાં ભજન રજૂ કરવા તેના માટે ગર્વની વાત છે.

ઋષિ સિંહે જણાવ્યું હતું કે હું એ ક્ષણ માટે ખૂબજ ઉતુસુક છું. 22 જાન્યુઆરીએ સમગ્ર વિશ્વની નજર ધાર્મિક નગરી અયોધ્યા પર કેન્દ્રિત હશે. ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. અને તે સમયે હું પ્રભુ રામની પ્રણ પ્રતિષ્ઠાના માનમાં ભજન ગાઇ રહ્યો હોઇશ એ મારા માટે ખૂબજ ગૌરવની વાત હશે. અમે અયોધ્યાવાસીઓ છીએ એટલે અમારો આનંદ અત્યારે બેગણો વધારે છે.

નોંધનીય છે કે ઋષિ સિંહ મૂળ અયોધ્યાના રહેવાસી છે અને તે ઈન્ડિયન આઈડલ સીઝન 13 ના વિજેતા પણ રહી ચૂક્યા છે. તેઓ બાળપણથી જ સંગીત સાથે જોડાયેલા છે. પ્રભુ રામ 500 વર્ષ પછી અયોધ્યા મંદિરમાં બિરાજશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button