આ શનિવારે સૂર્યગ્રહણ પરંતુ ફક્ત આ દેશમાં જ દેખાશે…
સૂર્યગ્રહણ આ ઘટના ત્યારે થાય છે જ્યારે ચંદ્ર સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ફરે છે. અને થોડો ઘણો સૂર્ય છુપાઇ જાય છે. જેના કારણે એક ગોલ્ડન રિંગ બને છે. આ ગ્રહણને ‘રિંગ ઓફ ફાયર’ પણ કહેવામાં આવે છે. વલયાકાર સૂર્યગ્રહણ સીધું જોવું એ આપણી આંખ માટે ઘણું નુકસાનકારક છે.
આવતા શનિવારે એટલે કે 14મી ઓક્ટોબરે આકાશમાં એક દુર્લભ નજારો જોવા મળશે. આમ જોઇએ તો ખગોળીય ઘટના સૂર્યગ્રહણના રૂપમાં જોવા મળશે. તે અમેરિકાના મોટાભાગના ભાગોમાં દેખાશે. 2012 પછી પહેલીવાર તે શનિવારે અમેરિકામાં જોવા મળશે.
જો કે 14 ઓક્ટોબરે થનારું સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. પશ્ચિમી ગોળાર્ધના લોકો આ ગ્રહણ જોઈ શકશે. તે પણ અમેરિકાના ઓરેગોનથી ટેક્સાસ જતા સાંકડા માર્ગ પર દેખાશે. આ પછી તે મેક્સિકોના યુકાટન પેનિનસુલા, બેલીઝ, ગ્વાટેમાલા, હોન્ડુરાસ, નિકારાગુઆ, કોસ્ટા રિકા, પનામા, કોલંબિયા અને બ્રાઝિલના કેટલાક ભાગોમાં દેખાશે.
એક ખાસ બાબત એ છે કે દરેક ગ્રહણ પૂર્ણ નથી હોતા કારણકે પૃથ્વીની આસપાસ ચંદ્રની ભ્રમણકક્ષા સંપૂર્ણપણે ગોળાકાર નથી તેમજ નાસાના જણાવ્યા અનુસાર સૂર્યગ્રહણ એક જગ્યાએથી શરૂ થાય છે અને બીજી જગ્યાએ સમાપ્ત થાય છે. તે ઓરેગોન, યુએસએમાં સવારે 9:13 વાગ્યે શરૂ થશે અને ટેક્સાસમાં બપોરે 12:03 વાગ્યે પૂરું થશે.