નેશનલ

ફેમિલી બિઝનેસ સંભાળનાર અંબાણી પરિવારની યુવાપેઢીને આપવામાં આવશે આટલું મહેનતાણું…

નવી દિલ્હીઃ દેશના જ અને એશિયાના સૌથી ધનવાન બિઝનેસમેનમાં જેમની ગણતરી થાય છે એવા મુકેશ અંબાણીએ દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બોર્ડમાં અંબાણી પરિવારના ત્રણેય સંતાનોને સામેલ કરવામાં આવ્યા છે અને એની સાથે જ લોકોને હવે સવાલ એવો થઈ રહ્યો છે કે આ ત્રણેયને કેટલો પગાર આપવામાં આવશે? તો આ સવાલનો જવાબ તમને આજે અહીં મળશે.

કંપની દ્વારા આ બાબતે એવું કહેવામાં આવ્યું છે કે અંબાણી પરિવારના ત્રણેય વારસદારો એટલે કે આકાશ અંબાણી, અનંત અંબાણ અને ઈશા અંબાણીને પગાર નહીં આપવામાં આવે અને તેમને માત્ર બોર્ડ અને કમિટીની બેઠકમાં હાજરી આપવા માટેની ફી જ ચૂકવવામાં આવશે. કંપની દ્વારા તેમની નિમણૂક પર શેરધારકોની મંજૂરી લેવા માટે મૂકવામાં આવેલા પ્રસ્તાવ દરમિયાન આ માહિતી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણી નાણાકીય વર્ષ 2020-21થી કોઈપણ પ્રકારની ફી નથી લીધી. ઓગસ્ટ મહિનામાં કંપનીની એજીએમમાં મુકેશ અંબાણીના સંતાનો આકાશ અને અનંત અને પુત્રી ઈશાને કંપનીના બોર્ડમાં સામેલ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.


રિલાયન્સે હવે તેના શેરધારકોને પોસ્ટ દ્વારા પત્ર મોકલવામાં આવ્યો છે અને એમાં આ ત્રણ નિમણુકો બાબતે તેમની મંજૂરી માંગવામાં આવી છે. આ નોટિસમાં એવું જણાવવામાં આવ્યું છે કે નવા ડિરેક્ટર્સને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અથવા કમિટીની બેઠકોમાં હાજરી આપવા માટેની જ ફી ચૂકવવામાં આવશે અને ત્રણેયમાંથી કોઈ પણ ડિરેક્ટર તરીકે કંપનીમાંથી પગાર લેશે નહીં. અહીંયા તમારી જાણ માટે કે ઈશા અંબાણી કંપનીનો રિટેલ બિઝનેસ રિલાયન્સ રિટેલ સંભાળી રહી છે. જ્યારે આકાશ અંબાણી ટેલિકોમ બિઝનેસ જિયો અને અનંત અંબાણી રિલાયન્સના એનર્જી અને રિન્યુએબલ એનર્જી બિઝનેસનું નેતૃત્વ કરી રહ્યા છે.


ભારત અને એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીએ તેમની ઉત્તરાધિકારી યોજનાના ભાગરૂપે તેમના તમામ સંતાનોને વિવિધ વ્યવસાયોની જવાબદારી સોંપવામાં આવી છે. જોકે, તેઓ આગામી પાંચ વર્ષ સુધી કંપનીના ચેરમેન પદ પર કાર્યરત રહેશે. વાત કરીએ આકાશ, અનંત અને ઈશાના પેમેન્ટની તો તેઓ નીતા અંબાણીની જેમ જ પેમેન્ટ લેશે. નીતા અંબાણીને નાણાકીય વર્ષ 2022-23 માટે 6 લાખ રૂપિયાની બેઠક ફી અને 2 કરોડ રૂપિયાનું કમિશન કંપની દ્વારા ચૂકવવામાં આવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button