ફોટાને લીધે વિવાદોમાં ઘેરાયેલા આ અધિકારીએ આપ્યું રાજીનામું
આઈએએસ અભિષેક સિંહે રાજીનામું આપી દીધુ છે. અભિષેક સિંહે ગુજરાત વિધાનસભામાં ઓબ્ઝર્વરની ડ્યૂટી દરમિયાન કારની આગળ ફોટો પડાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જેના કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા. અભિષેક સિંહના પત્ની દુર્ગા શક્તિ નાગપાલ પણ એક IAS અધિકારી છે અને ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના DM છે. અભિષેક સિંહને ફેબ્રુઆરી 2023માં તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન IAS અભિષેક સિંહ ઓબ્ઝર્વરની ડ્યૂટી પર હતા. આ દરમિયાન એક સરકારી ગાડીની આગળ ઉભા રહીને ફોટો પડાવવાનો મામલો સામે આવ્યો હતો. વિધાનસભા ચૂંટણી વચ્ચે ડ્યૂટી દરમિયાન IAS અધિકારીના આચરણને યોગ્ય માનવામાં ન આવ્યું અને તેમને ઓબ્ઝર્વર ડ્યૂટી પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જો કે, ત્યારબાદ અભિષેક સિંહે નિમણૂક વિભાગને રિપોર્ટ નહોતું કર્યું. આ પછી રાજ્ય સરકારે અધિકારીને સસ્પેન્ડ કરી દીધા હતા અને તેમને રેવન્યુ કાઉન્સિલમાં જોડી દીધા હતા. પરંતુ હવે તેમણે રાજીનામું આપી દીધું છે.
અભિષેક સિંહને વર્ષ 2015માં 3 વર્ષ માટે દિલ્હી સરકારમાં પ્રતિનિયુક્તિ આપવામાં આવી હતી. 2018માં પ્રતિનિયુક્તિનો સમયગાળો 2 વર્ષ માટે લંબાવવામાં આવ્યો હતો અને તેઓ મેડિકલ લીવ પર ચાલ્યા ગયા હતા. એટલા માટે તેને દિલ્હી સરકારે 19 માર્ચ 2020 ના રોજ તેમને મૂળ કેડરમાં પાછા મોકલી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ પણ લાંબા સમય સુધી તેમણે યુપીમાં સેવામાં જોડાયા ન હોવાના અહેવાલો મળ્યા છે.
2011ની બેચના IAS અધિકારી અભિષેક સિંહ જૌનપુરના રહેવાસી છે. તેમની પત્ની દુર્ગા શક્તિ બાંદા જિલ્લાના ડીએમ છે. અભિષેક સિંહ અભિનયના શોખિન છે અને તેમણે દિલ તોડ કે દેખો આલ્મબમાં કામ કર્યું છે. હવે તેઓ રાજનીતિમાં પ્રવેશશે તેવી અટકળો ચાલી રહી છે.