નેશનલ

કોંગ્રેસની ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં આસામમાંથી આવ્યો આ અવરોધ, વિકલ્પની શોધમાં

ગુવાહાટીઃ આસામ સરકારે આગામી ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન બે જિલ્લાઓમાં તેના નેતાઓ માટે જાહેર મેદાનમાં રાત્રિ રોકાણની પરવાનગી નકારી હોવાનું કોંગ્રેસે ગુરૂવારે જણાવ્યું હતું. એક પત્રકાર પરિષદને સંબોધતા વિપક્ષના નેતા દેવબ્રત સૈકિયાએ કહ્યું કે પાર્ટી હવે કન્ટેનર મૂકવા માટે ખાનગી ખેતરોની વૈકલ્પિક વ્યવસ્થા શોધી રહી છે, જ્યાં રાહુલ ગાંધી સહિત વરિષ્ઠ રાષ્ટ્રીય નેતાઓ એક રાત રોકાશે. તેમણે કહ્યું હતું કે અમે અમારા કન્ટેનર વાહનો પાર્ક કરીને માત્ર રાત્રી રોકાણ માટે ધેમાજી જિલ્લાના ગોગામમુખ ખાતે શાળાનું મેદાન માંગ્યું હતું.

શરૂઆતમાં પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ છેલ્લી ઘડીએ તે પાછી ખેંચી લેવામાં આવી હતી. આ જ રીતે, જોરહાટ જિલ્લાની એક કોલેજે અમને તેના રમતના મેદાનમાં એક રાત માટે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો હતો. સૈકિયાએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ કૂચ કરવાના અમારા લોકતાંત્રિક અધિકારને નકારી રહી છે, જે રાજકીય કાર્યક્રમ પણ નથી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ વિગતો શેર કર્યા વિના કહ્યું હતું કે પાર્ટીએ તેના નેતાઓ અને કાર્યકરોને રાતવાસો કરવા માટે જોરહાટ અને ધેમાજી જિલ્લામાં જરૂરી ગ્રાઉન્ડને અંતિમ સ્વરૂપ આપ્યું છે. સાંસદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં આ યાત્રા ૧૪ જાન્યુઆરીએ ઇમ્ફાલથી શરૂ થશે અને ૨૦ માર્ચે મુંબઇમાં સમાપ્ત થશે. ભારત જોડો ન્યાય યાત્રા ૧૫ રાજ્યના ૧૧૦ જિલ્લામાંથી પસાર થઇને ૬૭ દિવસમાં ૬,૭૧૩ કિમીનું અંતર કાપશે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker