ટોપ ન્યૂઝનેશનલ

રાહુલ ગાંધીને ઝટકો આપવાના મૂડમાં આ નેતા, પી એમ મોદીની કરી ચૂક્યા છે પ્રશંસા

નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરુર અને રાહુલ ગાંધી વચ્ચે તણાવ વધી રહ્યો છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી તેમની સામે નમ્ર વલણ અપનાવવાના મૂડમાં નથી. દિલ્હીમાં રાહુલ ગાંધી સાથેની તાજેતરની મુલાકાત દરમિયાન શશી થરુરે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી, પરંતુ રાહુલે તેમની ફરિયાદોનો નક્કર જવાબ આપ્યો ન હતો.

થોડા દિવસો પહેલા દિલ્હીમાં યોજાયેલી એક બેઠકમાં થરુરે પાર્ટીમાં તેમની અવગણના પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધીએ આ અંગે કોઈ નક્કર પ્રતિબદ્ધતા વ્યક્ત ન કરી હતી જેના કારણે થરુર વધુ નારાજ થયા હતા.

કોંગ્રેસ થરુરથી નારાજ છે કારણ કે થરુરે પાર્ટીની નીતિ વિરુદ્ધ ઘણા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમણે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની તેમની મુલાકાતની પ્રશંસા કરી હતી. એટલું ઓછું હોય તેમ તેમણે કેરળમાં LDF સરકાર દ્વારા કરવામાં આવેલા ઔદ્યોગિક વિકાસની પણ પ્રશંસા કરી હતી, જેના કારણે પ્રદેશ કોંગ્રેસમાં અસંતોષ ફેલાયો હતો.

થરુરને તેમની પાર્ટીમાં યોગ્ય સન્માન મળી રહ્યું નથી. રાહુલ ગાંધી સાથેની મુલાકાત દરમિયાન થરુરે એવી પણ નારાજગી વ્યક્ત કરી હતી કે તેમને ઓલ ઇન્ડિયા પ્રોફેશનલ કોંગ્રેસના પ્રભારી પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા જે તેમણે પોતે જ બનાવી હતી. થરુરે એ વાતનો પણ વિરોધ કર્યો હતો કે સંસદમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ દરમિયાન તેમની અવગણના કરવામાં આવી રહી છે અને તેમને તક આપવામાં આવી રહી નથી. થરૂરે રાહુલ ગાંધીને જણાવ્યું હતું કે તેઓ સંસદમાં પાર્ટીનું નેતૃત્વ કરવા સક્ષમ છે પરંતુ રાહુલ ગાંધીને સંસદીય પક્ષના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હોવાથી તેઓ ચૂપ રહ્યા છે.

થરૂરે રાહુલ ગાંધીને એવો પણ સવાલ કર્યો હતો તે શું પાર્ટી ઇચ્છે છે કે તેઓ રાજ્યના રાજકારણ પર જ ધ્યાન કેન્દ્રિત કરે, પરંતુ રાહુલે આ સવાલનો પણ કોઈ સ્પષ્ટતા જવાબ આપ્યો ન હતો. થરૂર જાણવા માંગતા હતા તે કોંગ્રેસનો જો આવો કોઈ ઈરાદો હોય તો તેમાં તેમની ભૂમિકા શું હશે આ અંગે રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી હતી કે ચૂંટણી પહેલા મુખ્યમંત્રી પદના ઉમેદવારની પસંદગી કરવી એ કોંગ્રેસની પરંપરા નથી. રાહુલ ગાંધીની સાથેની મુલાકાતમાં થરૂરને કોઈ નક્કર ખાતરી આપવામાં આવી નહોતી જેના કારણે થરૂર નાખુશ છે. થરૂરે કોંગ્રેસની યુવા પાંખનો હવાલો સંભાળવાનો સંકેત આપ્યો હોવા છતાં પણ રાહુલ તેમની આ ઓફર સ્વીકારવા તૈયાર નહોતા.

આ પણ વાંચો…Delhi માં ભાજપ સરકાર એક્શન મોડમાં, મહોલ્લા ક્લિનિકની તપાસ કરાશે, નામ બદલાશે

શશી થરૂર અને કોંગ્રેસ વચ્ચેનું સંઘર્ષ હવે સપાટી પર આવવા માંડ્યો છે ત્યારે એ જોવું રસપ્રદ રહેશે કે થરૂર કોંગ્રેસમાં જ રહે છે કે પછી નવો રસ્તો અપનાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button