નેશનલ

આ છે 20 મહિનામાં તૈયાર થયેલાં Ayodhya Airportની ખાસિયત…

હાલમાં જ્યાં જુઓ ત્યાં બસ Ayodhya, રામલલ્લા, પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને 22મી જાન્યુઆરીની જ ચર્ચા અને વાતો-ચર્ચા થઈ રહી છે. દરમિયાન આજે Prime Minister Narendra Modi અયોધ્યાની મુલાકાતે પણ પહોંચ્યા છે અને તેમણે આજે Ayodhya Airportનું ઉદ્ઘાટન કર્યુ અને આ એરપોર્ટનું નામ મહર્ષી વાલ્મિકીના નામ પરથી રાખવામાં આવ્યું છે અને આ એરપોર્ટ અયોધ્યાને દેશ અને દુનિયાના બાકીના હિસ્સા સાથે કનેક્ટ કરશે, ત્યારે આવો જોઈએ આ એરપોર્ટની ખાસિયત શું છે-

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાનના ચેરમેન સંજીવ કુમારનું કહેવું છે કે એરપોર્ટને 20 મહિનામાં તૈયાર કરવામાં આવ્યું છે જે ખરેખર ઐતિહાસિક છે. ગયા વર્ષે એપ્રિલ મહિનામાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ઉત્તર પ્રદેશ સરકાર વચ્ચે એક એમઓયુ સાઈન કરવામાં આવ્યો હતો. ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા 821 એકર જમીન પર એરપોર્ટ નિર્માણ કરવા માટે ઉપલબ્ધ કરાવી આપી હતી.


સરકારને એવો વિશ્વાસ છે કે એરપોર્ટ બનવાને કારણે રામલલ્લાના દર્શન કરવા આવનારા ભક્તો માટે અવર-જવર સહેલી બનશે. રામ મંદિર સિવાય પણ અન્ય ધાર્મિક સ્થળો અયોધ્યામાં આવેલા છે. રામ કી પૈડી, હનુમાન ગ્રહી, નાગેશ્વર નાથ મંદિર અને બિરલા મંદિર માટે હિંદુઓમાં આગવી આસ્થા રાખે છે. નવા એરપોર્ટને કારણે આ સ્થળો પર પહોંચવું પણ શ્રદ્ધાળુઓ માટે સરળ બનશે. આ સાથે જ વેપાર અને ઉદ્યોગ-ધંધાને પણ વેગ મળશે.
આવો જોઈએ શું છે આ અયોધ્યા એરપોર્ટની ખાસિયત-


⦁ એરપોર્ટના રનવેની લંબાઈ 22 મીટર છે

⦁ આ સિવાય એરપોર્ટને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે તે A-321 ટાઈપ એરક્રાફ્ટને પણ ઓપરેટ કરવા માટે સક્ષમ છે

⦁ ટેક્સી સ્ટેન્ડ કે સિવાય પાર્કિંગની વ્યવસ્થા પણ એરપોર્ટની નજીક કરવામાં આવી છે

⦁ એરપોર્ટનું સેકન્ડ ફેઝનું કામ હજી બાકી છે બીજા ફેઝમાં 50,000 સ્ક્વેર મીટરની એક નવી ટર્મિનલ બિલ્ડિંગ બનાવવામાં આવશે

⦁ પીક અવર્સમાં આ એરપોર્ટ 4000 પેસેન્જરને સેવા ઉપલબ્ધ કરાવશે

⦁ બીજો ફેઝ પૂરો થયા બાદ દર વર્ષે 60 લાખ લોકો અયોધ્યા એરપોર્ટની મુલાકાત લઈ શકશે

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button