આ છે દુનિયાની સૌથી સુરક્ષિત એરલાઈન, જાણી લો ભારતની કઈ એરલાઈનનો થાય છે સમાવેશ…

અમદાવાદ ખાતે 12મી જૂનના થયેલી એરપ્લેન ક્રેશની દુર્ઘટના બાદથી લોકોમાં એર ટ્રાવેલને લઈને ગભરાટ જોવા મળી રહ્યો છે અને લોકોના મનમાં સૌથી સુરક્ષિત એર લાઈન્સ કઈ છે એને લઈને પણ મનમાં સેંકડો સવાલ જોવા મળી રહ્યા છે. દરમિયાન એક વેબસાઈટ દ્વારા દુનિયાની સૌથી સુરક્ષિત એર લાઈન્સની યાદી બહાર પાડવામાં આવી છે. ચાલો જોઈએ આ યાદીમાં ભારતીય એર લાઈન્સનો સમાવેશ કરવામાં આવ્યો છે કે નહીં અને છે તો કયા સ્થાને છે આ એર લાઈન્સ-
મળતી માહિતી મુજબ એરલાઈન રેટિંગ્સ નામની વેબસાઈટ દ્વારા દુનિયાની સૌથી સુરક્ષિત એરલાઈન-2025ની એક યાદી બહાર પાડવામાં આવી છે. આ યાદીમાં સૌથી પહેલાં સ્થાને આવે છે ન્યુઝીલેન્ડની એર ન્યુઝીલેન્ડ એરલાઈન્સ. આ એરલાઈનને સૌથી સુરક્ષિત એરલાઈનનો દરજ્જો આપવામાં આવ્યો છે. આ પહેલાં 2022 અને 2024માં પણ ન્યુઝીલેન્ડની એરલાઈન ટોપ પર રહી ચૂકી છે.
આ યાદીમાં બીજા સ્થાને આવે છે ઓસ્ટ્રેલિયાની કાંટાસ એર લાઈન્સ અને ત્રીજા નંબરે આવે છે હોંગકોંગની પ્રમુખ એરલાઈનમાંથી એક એવી કૈથે પેસેફિક એરલાઈન્સ. આ એરલાઈન્સ પાસે પોતાના 200 જેટલી ફ્લાઈટ છે અને એનો સમાવેશ પણ દુનિયાની સૌથી સુરક્ષિત એરલાઈન્સમાં કરવામાં આવ્યો છે.
આપણ વાંચો હવે ઈન્ડિયન મિલિટરી એકેડેમી ઈતિહાસ રચશે, પહેલીવાર યુવતીઓ પણ મિલિટરી તાલીમ લેશે!
આઈ નો આઈ નો હવે તમને એ વાત જાણવાની તાલાવેલી થઈ ગઈ હશે કે ભાઈ આ યાદીમાં ભારતીય એરલાઈન્સ કયા નંબરે છે અને કઈ એરલાઈન્સ સૌથી સુરક્ષિત છે એ જણાવો ને ભાઈસાબ. તમારી જાણ માટે કે આ યાદીમાં ભારતની એક પણ એર લાઈનનો સમાવેશ નથી કરવામાં આવ્યો. આ યાદીમાં તમામ બહારના દેશોની એરલાઈન્સ વિશે જ વાત કરવામાં આવી છે.
ચોંકી ઉઠ્યા ને આ માહિતી જાણીને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…