નેશનલસ્પેશિયલ ફિચર્સ

આ રીતે લાઈનમાં ઊભા રહ્યા કે કોઈ પણ ઝંઝટ વિના ઝટપટ કરો બુક ટિકિટ, IRCTCનું આ ફિચર…

અવારનવાર ટ્રેનોમાં ટિકિટ બુકિંગને લઈને જોવા મળતી મારામારી કે ખેંચતાણના સમાચાર તો આપણે વાંચ્યા જ કે સાંભળ્યા હશે. પ્રવાસીઓની આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે જ આઈઆરસીટીસી (IRCTC) દ્વારા સમયાંતરે નવા નવા ફીચર લોન્ચ કરવામાં આવે છે અને આજે અમે અહીં તમને આઈઆરસીટીસીના આવા જ એક ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ફીચરની મદદથી તમે લાંબી લાંબી લાઈનમાં ઊભા રહ્યા વિના અને કોઈ પણ પ્રકારની માથાકૂટ વિના ટિકિટ બુક કરી શકશો. અત્યારે જ જાણી લો આ કામના ફીચર વિશે, પછી કહેતાં નહીં કે કીધું નહોતું કરીને…

Read This…આવતા મહિને વડા પ્રધાન મોદી કરશે શ્રીલંકાનો પ્રવાસ; આ બાબતોથી પ્રવાસ મહત્વપૂર્ણ….

મળતી માહિતી પ્રમાણે રેલવે પ્રવાસીઓની સુવિધાને વધારે બહેતર બનાવવા માટે આઈઆરસીટીસી દ્વારા એક નવી સુવિધા શરૂ કરી છે જેનું નામ વર્ચ્યુઅલ વોઈ આસિસ્ટન્ટ આસ્કદિશા2.0 (AskDisha 2.0) છે. આ એક એઆઈ પાવર્ડ સુવિધા છે, જેની મદદથી પ્રવાસીઓ બોલીને, લાંબી લાંબી લાઈનમાં ઊભા રહ્યા વિના જ સરળતાથી ટિકિટ બુક કરાવી શકશે. આસ્કદિશા તેટ બોટની મદદથી તમે માત્ર બોલીને જ તમારી ટિકિટ બુક કરાવી શકશો. ચાલો જાણીએ કઈ રીતે-

  • આ માટે સૌથી પહેલાં તમારે આઈઆરસીટીસીની વેબસાઈટ કે એપ પર જવું પડશે
  • હવે આસ્કદિશાના ઓપ્શન પર ક્લિક કરવું પડશે. તમે ઈચ્છો તો આઈઆરસીટીસીના એક્સ એકાઉન્ટ કે વોટ્સએપની મદદથી પણ આસ્કદિશા 2.0 કનેક્ટ કરી શકો છો
  • ત્યાર બાદ તમારે શરૂઆતમાં હેલો કે ટિકિટ બુક જેવા શબ્દનો ઉપયોગ કરવો પડશે
  • તમે ટિકિટ બુક કરવા માંગો છો એટલે ચેટબોટ તમને બુકિંગ ડિટેલ્સ પુછશે
  • તમારા દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે ચેટબોટ ઉપલબ્ધ ટ્રેનોની યાદી દેખાડશે
  • યાદીમાંથી તમારે તમારી પસંદગીની ટ્રેન, ટ્રાવેલિંગ ડેટ, ક્લાસ અને સી પસંદ કરવી પડશે
  • તમે આપેલી ડિટેલ ચેટબોટ વેરિફાય કરશે અને તમને પેમેન્ટ કરવા જણાવશે
  • હવે તમે યુપીઆઈ, ક્રેડિટ કે ડેબિટ કાર્ડ, નેટ બેંકિંગ સહિતના કોઈ પણ માધ્યમથી તમારી ટિકિટ માટે પેમેન્ટ કરી શકશો
  • પેમેન્ટ બાદ તમને તમારી ઈ ટિકિટ ઈમેલ આઈડી કે મોબાઈલ નંબર પર સેન્ડ કરવામાં આવશે
  • તમે એઆઈ ચેટ બોટની મદદથી માત્ર ટિકિટ બુકિંગ નહીં પણ ટિકિટ કેન્સલ પણ કરાવી શકો છો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button