નેશનલ

આવું છે Chirag Paswanનું Car Calloection, ફિચર્સ છે એકદમ દમદાર…

લોકસભા ચૂંટણી-2024 (Loksabha Election 2024) પૂરી થઈ ગઈ અને આ વખતે જેટલી વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)ના નામની ચર્ચા થઈ એટલી જ એક બીજા નામની પણ થઈ અને એ નામ એટલે બિહારના હાજીપૂરથી રામ વિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાન (Lok Janshakti Party-Ram Vilas Paswan’s Leader Chirag Paswan)ની. પોતાના ગુડલૂક્સ અને કાલની ડ્રેસિંગ સેન્સને કારણે ચિરાગ પાસવાન સોશિયલ મીડિયા પર ન્યુ નેશનલ ક્રશ બની ગયો છે.

આ પણ વાંચો: જ્યારે કંગના ચિરાગ પાસવાનની બાજુમાંથી પસાર થઈ ત્યારે……

રાજકારણ જોઈન્ટ કરતાં પહેલાં ચિરાગે બોલીવૂડમાં પોતાનું નસીબ અજમાવ્યું હતું, પણ ખાસ કંઈ ઉકાળી ન શકતા રાજકારણ જોઈન કરી લીધું. લોકો અને એમાં પણ ખાસ કરીને યંગ જનરેશન ચિરાગ પાસવાન વિશે વધુને વધુ માહિતી જાણવા ઉત્સુક છે. પણ શું તમને ખબર છે કે ચિરાગ પાસવાન પણ આજની યુવાપેઢીની જેમ ગાડીઓના શોખિન છે? તેનું કાર કલેક્શન પણ એકદમ જોરદાર છે? નહીં ને? ચાલો તમને એ વિશે જણાવીએ…

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર ચિરાગ પાસવાન પાસે હાલના તબક્કે બે કાર છે અને બંને કાર એકદમ દમદાર છે. આવો જોઈએ કઈ છે ગાડીઓ અને શું છે એની ખાસિયત. 2014માં ચિરાગ પાસવાને ટોયોટા ફોર્ચ્યુનર (Toyota Fortuner) ખરીદી હતી અને બીજા જ વર્ષે તેણે જિપ્સી મોડેલ ખરીદી હતી. એ સમયે તેણે આ ફોર્ચ્યુનર કાર 30 લાખ રૂપિયામાં ખરીદી હતી જ્યારે મારુતિ જિપ્સીની કિંમત પાંચ લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. જિપ્સીનું આ મોડેલ હવે ઈન્ડિયન માર્કેટમાં ઉપલબ્ધ નથી.

આ પણ વાંચો: ચિરાગ પાસવાનના માથેથી ઘાત ટળી, હેલિકોપ્ટરનું વ્હીલ જમીનમાં ધસ્યું, પાયલોટની કુનેહથી થયો બચાવ

વાત કરીએ ટોયોટા ફોર્ચ્યુનર કારની તો એ એક દમદાન અને પાવરફૂલ કાર છે. આ કારની લેટેસ્ટ એડિશન દમદાર પાવર આપે છે. ટોયોટાની આ કારમાં 2.8 લિટરનું એન્જિન લગાવવામાં આવ્યું છે જેનાથી 204 પીએસનું પાવન મળે છે. આ કારની ડિઝાનની વાત કરીએ તો તેમાં ક્રોમ હાઈલાઈટ્સની સાથે ન્યુ ટ્રેપેજોઈડ ગ્રિલ લગાવવામાં આવી છે. કારના ઈન્ટિરિયરને નવો લૂટ આપવા માટે તેને બ્લેક શેડમાં લાવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે 9મી જૂનના પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ત્રીજી વખત વડા પ્રધાનપદના શપથ લીધા હતા અને એમની સાથે એ વખતે 30 કેબિનેટ મિનિસ્ટરોએ પણ શપથ લીધા હતા. આ 30 પ્રધાનોમાં બિહારની લોક જનશક્તિ પાર્ટીના નેતા ચિરાગ પાસવાન (Chirag Paswan)નો સમાવેશ પણ થાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button