Indian Railwayની આ ટ્રેનમાં પ્રવાસીઓ નહીં પણ પૈસા ભરેલાં બોક્સ પ્રવાસ કરે છે, RBIએ જણાવ્યું…

ભારતીય રેલવે એ દુનિયાના વિશાળ રેલવે નેટવર્કમાંથી એક છે અને દરરોજ કરોડો પ્રવાસીઓ આ ટ્રેનોમાં મુસાફરી કરે છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતીય રેલવેની એક ટ્રેન એવી પણ છે કે જેમાં પ્રવાસીઓ નહીં પણ પૈસાના બંડલ્સથી ભરેલી હોય છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જિયો હોટસ્ટાર સાથે મળીને પાંચ ભાગની એક ડોક્યુમેન્ટ્રી લોન્ચ કરી છે, અને આ ડોક્યુમેન્ટ્રીમાં જણાવવામાં આવ્યું છે આરબીઆઈમાં કેવી રીતે કામ કરે છે અને પૈસા અને નોટની હેરફેર કઈ રીતે કરવામાં આવે છે. ચાલો તમને જણાવીએ આ વિશે…
આરબીઆઈની આ ડોક્યુમેન્ટ્રીમાં જ અમે અહીં જે ખાસ ટ્રેનની વાત કરી રહ્યા છીએ એ ટ્રેનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતની આ ટ્રેનના દરેક કોચમાં નોટથી ભરેલા બોક્સ હોય છે. આ ટ્રેનને ટ્રેઝરી ટ્રેન અને કરન્સ સ્પેશિયલ ટ્રેન પણ કહેવામાં આવે છે. આ ટ્રેનના માધ્યમથી જ આરબીઆઈ ચલણી નોટો છપાઈને દેશભરના અલગ અલગ હિસ્સામાં કઈ રીતે પહોંચાડવામાં આવે છે.
ડોક્યુમેન્ટ્રીમાં જણાવવામાં આવ્યું છે કે આ ટ્રેન કોઈ નોર્મલ પેસેન્જર ટ્રેન નથી હોતી અને આ એક સ્પેશિયલ ટ્રેન હોય છે જેનો ઉપયોગ મોટા પ્રમાણમાં ચલણી નોટને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે કરવામાં આવે છે. રિઝર્વ બેંક વિવિધ જગ્યાઓ પર રહેલી પોતાની રિજનલ ઓફિસ કે કરન્સી ચેસ્ટ્સમાં રોકડ મોકલવા માટે આ ટ્રેનનો ઉપયોગ કરે છે.
વાત કરીએ આ ટ્રેનની સિક્યોરિટીની તો આ ટ્રેનમાં મોટી સંખ્યામાં સિક્યોરિટી, સશસ્ત્ર સુરક્ષારક્ષક, પોલીસ ને અર્ધસૈનિક બળ તહેનાત કરવામાં આવે છે. આ ટ્રેન આરબીઆઈ અને સંબંધિત સરકારી એજન્સી માટે હોય છે અને એમાં કોઈ પ્રવાસી પ્રવાસ કરી શકતા નથી.
આપણ વાંચો: મસ્કનો ભારતીય બજારમાં ધમાકેદાર પ્રવેશ: મુંબઈમાં ટેસ્લાનો પહેલો શોરૂમ શરૂ
2016માં આ ટ્રેનમાં એક મોટી ચોરી પણ થઈ હતી એ સમયે કેટલાક ચોરોએ ટ્રેનનું છાપરું કાપીને 5.78 કરોડ રૂપિયાની ચોરી કરી લીધી હતી. આરબીઆઈના એક અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રેનથી 340 કરોડ રૂપિયાની જૂની ફાટેલી નોટ 226 પેટીમાં સલેમથી ચેન્નઈ મોકલવામાં આવી હતી. ટ્રેન નિર્ધારિત સ્થળે પહોંચ્યા બાદ 226 પેટીમાંથી ચાર પેટી સાથે છેડછાડ થઈ હોવાની માહિતી સામે આવી હતી.
છે ને એકદમ કામની માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો…