Loksabha Election 2024: ‘મારા 40 વર્ષના જીવનમાં આવું બન્યું નથી’, કોંગ્રેસ પ્રવક્તાએ છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ પર નિશાન સાધ્યું

દેશમાં લોકસભા ચુંટણીને લઇને રાજકીય પક્ષો સામ સામે આક્ષેપ કરવામાં વ્યસ્ત છે. તેવા સમયે કોંગ્રેસના નેતાઓ એકબીજા વિરુદ્ધ આક્ષેપ કરવામાં વ્યસ્ત હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રાધિકા ખેરાએ પોતાની સાથે થયેલા દુર્વ્યવહારને લઇને છત્તીસગઢમાં પૂર્વ સીએમ ભૂપેશ બધેલ પર નિશાન તાક્યું છે. રાધિકા ખેડા એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જેને લઇને એક પછી એક ટ્વિટ કરી છે.
રાધિકા ખેડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું છે કે, “અવ્યવહારુ વ્યક્તિ સાથે કાકા( ભૂપેશ બધેલ)નો મોહ , એક યુવતીની મર્યાદાથી વધારે છે. પરંતુ યુવતી છું લડી રહી છું. ” મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામજીના નનિહાલમાં દીદી (પ્રિયંકા ગાંધી)નું સ્વાગત છે. માનવામાં આવે છે કે આ ટ્વીટ દ્વારા તેમણે પૂર્વ મુખ્યમંત્રી પર નિશાન સાધ્યું છે.
રાધિકા ખેડાનો વીડિયો વાયરલ થયો હતો
જેમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં રાધિકા ખેડા કથિત રીતે ફોન પર કોઈની સાથે વાત કરી રહ્યા હતા. જેમાં તે પોતાની સાથે થયેલ ગેરવર્તનનો આરોપ લગાવી રહયા હતા અને કહેતા હતા કે ‘તેમના 40 વર્ષના જીવનમાં આવું ક્યારેય બન્યું નથી.’ મારું અપમાન થયું છે. મને બૂમ પાડવામાં આવી છે. હું પણ પાર્ટીમાંથી રાજીનામું આપી રહી છું.’ આ વિડિયો રાયપુરના કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવનનો હોવાનું કહેવાય છે. આટલું જ નહીં છેલ્લા બે દિવસમાં તેમણે X પર જે લખ્યું છે તે જોતા લાગે છે કે પાર્ટીની અંદર બધુ બરાબર નથી ચાલી રહ્યું.
રાધિકા ખેડાએ બીજી ઘણી ટ્વિટ કરી
રાધિકા ખેડા પર લખ્યું હતું હું જાહેર કરીશ.’ અન્ય ટ્વિટમાં તેમણે લખ્યું, ‘સ્ત્રી, તમે લાચાર નથી, તમારી પોતાની શક્તિને ઓળખો. તમારા અધિકારો માટે લડો, તો જ ઉત્કર્ષ થશે.’ તેમણે આગળ લખ્યું, ‘શા માટે મહિલાઓ લાચાર છે, શા માટે તેમની મર્યાદા ભંગ થાય છે. શું આ ધરતી આજે પુરુષત્વથી વંચિત થઈ ગઈ છે. ‘ જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી છત્તીસગઢ આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રાધિકા ખેડાએ X પર પોતાનું દર્દ શેર કર્યું છે.