નેશનલ

ભારતના સૈન્યની તાકાત વધારશે આ ફાઈટર હેલિકોપ્ટર…

ભારત સરકાર દ્વારા પોતાની સૈન્યની તાકાત વધારવા માટે દર થોડા સમયે ચોક્કસ અને મહત્ત્વના ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આ જ અંતર્ગત ભારતીય સેના હવે પોતાના કાફલામાં સૌથી ખતરનાક અને એટેક હેલિકોપ્ટર સામેલ કરવા જઈ રહી છે. દુશ્મનોને ધૂળ ચટાડવા માટે આર્મી વેસ્ટર્ન કમાન્ડમાં એવો હેલિકોપ્ટર તહેનાત કરવા જઈ રહી છે કે જેની સ્પીડ સૌથી વધુ હશે અને એના હુમલાથી દુશ્મનના ધાબા ધણધણી ઉઠશે. આવો જોઈએ શું છે આર્મીની નવી હવાઈ રણનીતિ…

ઈન્ડિયન આર્મીના કાફલામાં ટૂંક સમયમાં છ નવા અપાચે હેલિકોકોપ્ટલ સામેલ થવા જઈ રહ્યા છે જે, દુશ્મનોનો ખાત્મો બોલાવવામાં માહેલ છે. એએચ-64ઈ અપાચે ફાઈટર હેલિકોપ્ટર સેનાની નવી તાકાત બનશે. સેના 5,691 કરોડ રૂપિયાની ડીલ હેઠળ 6 હેવી ડ્યુટી અપાચે હેલિકોપ્ટર પોતાના કાફલામાં સામેલ કરવા સજ્જ છે, જેમાંથી પહેલાં ત્રણ હેલિકોપ્ટર આવતા વર્ષે માર્ચ, 2024 સુધી અને બીજા ત્રણ હેલિકોપ્ટર જૂન સુધીમાં સેનામાં સામેલ કરવામાં આવશે અને એની કમાન આર્મીની 21 (સ્ટ્રાઈક) કોર ભોપાલમાં સંભાળશે.

આર્મીના આ અપાચે હેલિકોપ્ટર જોધપૂરમાં તહેનાત કરલામાં આવશે અને એના પાઈલટ અને એન્જિનિયર્સની ટ્રેઈનિંગ પૂરી થઈ ગઈ છે. અમેરિકાની એરોસ્પેસ બોઈંગ આ હેલિકોપ્ટરનું નિર્માણ કરી રહી છે.

શું છે અપાચે હેલિકોપ્ટરની ખાસિયતઃ
એએચ-64ઈ અપાચે ફાઈટર હેલિકોપ્ટર હવાથી હવામાં ફાયર કરવાની મિસાઈલ, હવાથી જમીન હુમલો કરનારી મિસાઈલો, ગન અને રોકેટથી સજ્જ છે.

અપાચેમાં હેલફાયર અને સ્ટિંગર મિસાઈલની સાથે સાથે હાઈડ્રા રોકેટનો સમાવેશ પણ થાય છે.

આ સિવાય આ હેલિકોપ્ટરમાં 1200 રાઉન્ડ ચાલનારી 30 એમએમ ચેન ગન પણ છે.

360 ડિગ્રી કવરેજની સાથે એએચ-64ઈ અપાચેની હુમલો કરવાની ક્ષમતા હજી વધી જાય છે.

નાઈટવિઝન સિસ્ટમ માટે નોઝમાઉન્ટેડ સેન્સર સૂટ પણ આ હેલિકોપ્ટરમાં લગાવવામાં આવ્યું છે, જે એની ક્ષમતામાં વૃદ્ધિ કરે છે.

આ હેલિકોપ્ટર દિવસ-રાત અને ગમે એવા હવામાનમાં ઓપરેશન હાથ ધરી શકે છે અને તેને રડાર પર પકડવું મુશ્કેલ છે.
આ હેલિકોપ્ટ મિસાઈલની સાથે સાથે હાઈટેક ટેક્નોલોજીથી સજ્જ છે એટલે ઓપરેશન દરમિયાન એનો ઉપયોગ કરી શકાય છે.

આ હેલિકોપ્ટર પર પણ વધારશે સેનાની તાકાત…

અપાચે હેલિકોપ્ટર સિવાય સેના પોતાના સૌથી જૂના અને હળવા હેલિકોપ્ટરને રિટાયર કરવાની યોજના બનાવી છે. આ અંતગર્ત સેના 2027 સુધી ચિતા, ચેતર હેલિકોપ્ટને દૂર કરીને ડિસેમ્બર, 2024થી જુન, 2025 સુધી છ નવા LUH હેલિકોપ્ટર સામેલ કરશે. ઈન્ડિયન આર્મી HAL પાસેથી સ્વદેશી ખૂબ જ હળવા અને ફાઈટર હેલિકોપ્ટર ખરીદશે અને આ આર્મી HALને ઓર્ડર આપશે. સેનાને 90 પ્રચંડ હેલિકોપ્ટર મળશે અને 66 હેલિકોપ્ટર ભારતીય વાયુસેના માટે હશે. નવા 156 હેલિકોપ્ટર બંને કેન્દ્રીય બળની ફ્લીટમાં વૃદ્ધિ કરશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button