નેશનલ

RSSના દશેરા ઉત્સવમાં આ પ્રખ્યાત બોલીવુડ સંગીતકારને આમંત્રણ..

આ વખતે RSSના નાગપુર સ્થિત મુખ્યાલયમાં દશેરા ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે. દશેરા ઉત્સવમાં પ્રખ્યાત બોલીવુડ ગાયક અને પદ્મશ્રી રહી ચુકેલા સંગીતકાર શંકર મહાદેવનને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.
ચોક્કસપણે આ કાર્યક્રમનો શુભારંભ RSS સુપ્રીમો મોહન ભાગવતના હસ્તે કરવામાં આવશે. આગામી 24 ઓક્ટોબરે આ કાર્યક્રમમાં શંકર મહાદેવન સ્પેશિયલ પર્ફોર્મન્સ પણ આપશે.


ગતવર્ષે RSS દ્વારા માઉન્ટ એવરેસ્ટ ફતેહ કરનારા અને પદ્મશ્રી રહી ચુકેલા પર્વતારોહક સંતોષ યાદવને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં આવ્યા હતા. RSS એ કોઇ મહિલાને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હોય તેવી તે પ્રથમ ઘટના હતી.
દર વર્ષે દશેરા પર્વની RSS દ્વારા દબદબાભેર ઉજવણી કરવામાં આવે છે. અલગ અલગ ક્ષેત્રોમાં દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનારા તેમજ વિપરિત વિચારધારા ધરાવતા લોકોને પણ આ કાર્યક્રમમાં આમંત્રણ મળતું રહ્યુ છે. નોબેલ પુરસ્કાર વિજેતા કૈલાશ સત્યાર્થી તેમજ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને પણ RSS એ કાર્યક્રમમાં બોલાવ્યા હતા. જો કે બોલીવુડથી સંકળાયેલા કોઇ વ્યક્તિને આમંત્રણ અપાયું હોય તેવું આ પહેલીવાર બન્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button