
પટનાઃ બિહાર વિધાનસભાના ચૂંટણી પરિણામો ગઈકાલે જાહેર થયા હતા. મોડી રાત સુધી મત ગણતરી ચાલી હતી. બિહાર વિધાનસભાની કુલ 243 બેઠકોમાંથી એનડીએ 202 બેઠક પર જીત મેળવી છે. જયારે ભાજપે 101 બેઠકમાંથી 89 બેઠક પર વિજ્ય મેળવ્યો હતો. જેમાં ભાજપે વર્ષ 2020 કરતા વધુ બેઠક મેળવી છે તેમનું તેનું પ્રદર્શન પણ સારું રહ્યું છે. જયારે ગઠબંધનમાં બીજી પાર્ટી તરીકે જેડીયુએ પણ 85 બેઠક પર જીત હાંસલ કરી હતી. તેમજ મહાગઠબંધન માત્ર 35 બેઠક પુરતું સીમિત રહ્યું હતું.
ચૂંટણીમાં રેકોર્ડ 67.13 ટકા મતદાન થયું, જેમાં મહિલાઓની ભાગીદારીએ નિર્ણાયક ભૂમિકા ભજવી. NDAની જીતને મહિલાઓ માટેની કલ્યાણકારી યોજનાઓ, કાયદો-વ્યવસ્થા અને યુવા સશક્તિકરણ સાથે જોડવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આને મહિલા અને યુવાની જીત ગણાવી હતી.

NDAની આ સુનામી વચ્ચે 9 બેઠકો પર હાર જીતનો તફાવત 1000થી ઓછો
સંદેશ (ભોજપુર): જેડીયુના રાધા ચરણએ આરજેડીના દીપુ સિંહમાત્ર 27 વોટથી હરાવ્યા હતા. આ બેઠક પર 4160 લોકોએ નોટાને મત આપ્યો હતો.
રામગઢ (કૈમૂર): બીએસપીના સતીશ કુમાર સિંહ યાદવે ભાજપના અશોક કુમાર સિંહને 30 વોટથી પરાજિત કર્યા હતા. અહીં 1154 લોકોએ નોટાને મત આપ્યો હતો.
આગિઆંવ (ભોજપુર): ભાજપના મહેશ પાસવાને ઉમેદવારને 95 વોટથી હરાવ્યા. અહીં 3631 લોકોએ નોટાને મત આપ્યો હતો.
ફૉરબિસગંજ (અરરિયા): કોંગ્રેસના મનોજ વિશ્વાસે ભાજપના વિદ્યા સાગર કેશરીને 221 વોટથી માત આપી હતી. આ બેઠક પર 3114 લોકોએ નોટાનું બટન દબાવ્યું હતું.
ચનપટિયા (પશ્ચિમ ચંપારણ): કોંગ્રેસના અભિષેક રંજને ભાજપના ઉમાકાન્ત સિંહને 602 વોટથી હરાવ્યા હતા. આ બેઠક પર 2609 મતદારોએ નોટાને મત આપ્યો હતો.
જહાનાબાદ: આરજેડીના રાહુલ કુમારને જેડીયુના ચંદેશ્વર પ્રસાદને 793 વોટથી હરાવ્યા હતા. આ સીટ પર 4577 લોકોએ નોટાનું બટન દબાવ્યું હતું.
ગોહ (ઔરંગાબાદ): આરડેડીના અમરેન્દ્ર કુમારે ભાજપના ડૉ. રણવિજય કુમાર (ભાજપ)ને 767 વોટથી હરાવ્યા હતા.4649 લોકોએ નોટાને મત આપ્યો હતો.
બોધ ગયા: આરજેડીના કુમાર સર્વજીતએ એલજેપી (રામવિલાસ)ના શ્યામદેવ પાસવાને 881 વોટથી પરાજિત કર્યા હતા. આ બેઠક પર 5690 મતદારોએ નોટાનું બટન દબાવ્યું હતું.
બખ્તિયારપુર (પટના): એલજેપી (રામવિલાસ)ના અરુણ કુમારે આરજેડીના અનિરુદ્ધ કુમાર (રાજદ)ને 981 વોટથી માત આપી હતી. અહીં 3635 મતદારોએ નોટાને મત આપ્યો હતો.
વોટ શેરમાં RJD સૌથી આગળ
ચૂંટણીમાં મળેલા કુલ મતોની ટકાવારી (વોટ શેર)ની દ્રષ્ટિએ, RJD આ ચૂંટણીમાં સૌથી આગળ રહી છે. RJDને કુલ 23 ટકા વોટ મળ્યા છે, જે કોઈપણ પક્ષ કરતાં સૌથી વધુ છે. તેની સરખામણીમાં, ભાજપ લગભગ 3 ટકા પાછળ રહી, જેને 20.08 ટકા વોટ મળ્યા. નીતીશ કુમારની પાર્ટી જેડીયુ 19.25 ટકા વોટ શેર સાથે ત્રીજા સ્થાને રહી, જ્યારે કોંગ્રેસને માત્ર 8.71 ટકા મતદારોએ જ પસંદ કરી.
કુલ મળેલા મતોની સંખ્યામાં પણ RJD સૌથી આગળ છે. ચૂંટણીમાં 1 કરોડ 15 લાખ 46 હજાર 55 મતદારોએ RJDના ચૂંટણી ચિહ્ન ‘લાલટેન’નું બટન દબાવ્યું. આ આંકડો કોઈ એક પક્ષને મળેલા મતોમાં સૌથી વધુ છે. બીજી તરફ, ભાજપને RJD કરતાં લગભગ 15 લાખ ઓછા, એટલે કે 1 કરોડ 81 હજાર 143 મત મળ્યા. જોકે, આટલા ઓછા મત મળવા છતાં, ભાજપ 89 બેઠકો જીતવામાં સફળ રહ્યું, જ્યારે RJD માત્ર 25 બેઠકો પર જ જીતી શકી. જેડીયુને 96 લાખ 67 હજાર 118 મત મળ્યા, જેનાથી તે 85 બેઠકો જીતી શકી હતી.
આ પણ વાંચો…બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએનો વિજય, ચિરાગ પાસવાને કહ્યું પીએમ મોદી અને નીતિશ કુમારની જીત…



