નેશનલસ્પેશિયલ ફિચર્સ

ગેરંટીઃ વિટામીન બી-12 વધારવાનો આનાથી સરળ ને સસ્તો રસ્તો બીજો કોઈ નથી


શરીરમાં જે પણ પોષકતત્વોની ઉણપ હોય તેને વધારવાનું ઘણીવાર અઘરું લાગતું હોય તો ક્યારેક મોંઘું પણ. ભાગદોડવાળી જિંદગીમાં નિયત સમયે ઉઠવું, કસરત કરવી, ખાસ વસ્તુઓ સમયપત્રક અનુસાર ખોરાકમાં લેવી, શુદ્ધ હવા અને પાણી તેમ જ ખોરાકનો આગ્રહ રાખવો વગેરે શક્ય નથી હોતું. ડાયટ્રિશિયન અને ફૂડ એક્પર્ટ્સ રોજ નવા નવા નુસ્ખાઓ અને સલાહો આપ્યા કરે છે, પણ કરે કોણ તે સવાલ છે. શરીરમાં પોષકતત્વોની ઉણપમાં વિટમીન બી-12ની ઉણપ હવે સામાન્ય થઈ ગઈ છે. ખાસ કરીને માત્ર શાકહારી ભોજન લેતા લોકો માટે વિટામીન-બી-12 મેળવવાના સ્ત્રોત ઘણા ઓછા છે. તેમાં પણ ફિલ્ટર્ડ પાણીના આગ્રહને લીધે પાણીમાંથી પણ બી-12 મળતું નથી. ત્યારે અમે તમને એક ખૂબ જ સરસ, સાદો, સરળ અને સસ્તો રસ્તો બતાવવા જઈ રહ્યા છીએ.
વિટામિન B12 (કોબાલામિન)ની ઉણપ શરીર માટે આફત બની શકે છે.
આજકાલ લોકોમાં સૌથી વધુ વિટામિન બી12ની ઉણપ જોવા મળે છે. કારણ કે તે ખૂબ જ ઓછા ખાદ્યપદાર્થમાં મોજૂદ હોય છે. વેજીટેરિયન લોકો માટે તેના નેચરલ સોર્સ પણ ઓછા થઇ જાય છે.
આ વિટામિન રેડ બ્લડ સેલ્સ અને ડીએનએ બનાવવા માટે જરૂરી હોય છે. તેની ઉણપથી થાક, શરીર ઢીલું પડી જવું, માથાનો દુઃખાવો, ડિપ્રેશન જેવા લક્ષણો જોવા મળે છે, પેટ સંબંધિત ફરિયાદ, મોંઢા અને જીભમાં સોજા, મસલ્સમાં દુઃખાવો, નસોમાં દુઃખાવો થઇ શકે છે. તો ચાલો આ બધી સમસ્યાથી બચવાનો ઉપાય તમને જણાવી દઈએ.
ઉપાય છે તમારા રસોડાના કેસેરોલ કે ગરવામાં પડેલી ઘઉંની રોટલી.
ન્યૂટ્રિશનિસ્ટ અનુસાર, જ્યારે આપણે ઘઉંની રોટલીને આખી રાત મુકી દઇએ છીએ ત્યારે તેમાં ફર્મેટેશન પ્રોસેસ શરૂ થઇ જાય છે. આ દરમિયાન હેલ્ધી બેક્ટેરિયા વિટામિન બી12 બનાવે છે, જે સંપૂર્ણ રીતે નેચરલ હોય છે. વેજીટેરિયન લોકો નાશ્તામાં દૂધની સાથે વાસી રોટલી ખાઇ કોબાલામિન વધારી શકે છે.
એક રાત જૂની વાસી રોટલી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેમાં ફાઇબર હોય છે અને સોડિયમની માત્રા ઓછી હોય છે. તેનું ગ્લાઇસેમિક ઇન્ડેક્સ પણ ઓછું હોય છે. જેના કારણે તે બ્લડશુગર અને બ્લડપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
વિટામીન-બી-12 દહી, પનીર, ચીઝમાંથી પણ મળે છે, પણ ઘરમાં ચાર-પાંચ રોટલી વધારે બનાવી લઈએ અને બીજે દિવસે તે નાસ્તામાં ખાઈએ તો સવારનો સમય પણ બચી જાય અને સ્વાસ્થ્યને ફાયદો પણ થાય. તો છે ને સરળ ને સસ્તો નુસ્ખો.
આ જાણકારી નિષ્ણાતોના મત મુજબની છે, તમે તમારા નિષ્ણાતની સલાહ અનુસરો તે વધારે હિતાવહ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button