
અમૃતસર: ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની બેચને લઇને યુએસ આર્મીનું વિમાન રવિવારે રાત્રે પંજાબના અમૃતસરના શ્રી ગુરુ રામદાસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ (Indian deportees from USA) થયું હતું. આ ફ્લાઇટમાં લગભગ 112 ડિપોર્ટી સવાર હતા, જેમાં સૌથી વધુ લોકો હરિયાણાના હતા.
યુસએસ એરફોર્સનું એક C-17 ગ્લોબમાસ્ટર વિમાન રાત્રે 10 વાગ્યાની આસપાસ અમૃતસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું હતું. છેલ્લા 10 દિવસમાં અમેરિકાથી આવેલી ગેરકાયદે ઇમિગ્રન્ટ્સની આ ત્રીજી બેચ છે.
અહેવાલ મુજબ 44 લોકો હરિયાણાના, 33 લોકો ગુજરાતના, 31 લોકો પંજાબના, 2 લોકો ઉત્તર પ્રદેશના અને એક-એક હિમાચલ અને ઉત્તરાખંડના છે.
આ પણ વાંચો: ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના દેશનિકાલ પર શું બોલ્યા જયશંકર
પરત ફરેલા કેટલાક ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના પરિવારો અમૃતસરના શ્રી ગુરુ રામદાસ જી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચ્યા હતાં.
ઇમિગ્રેશન, વેરિફિકેશન અને બેકગ્રાઉન્ડ ચેક સહિતની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી, ડિપોર્ટેડ લોકોને ઘરે પાછા ફરવાની પરવાનગી આપવામાં આવશે. અધિકારીઓએ તેમના સંબંધિત સ્થળોએ પરિવહનની પણ વ્યવસ્થા કરી છે.
આ પણ વાંચો: વડાપ્રધાનની યુએસ મુલાકાત બાદ ટ્રમ્પ સરકાર ન સુધરી; ઇમિગ્રન્ટ્સને હાથકડી પહેરાવી ભારત મોકલ્યા
ડિપોર્ટી સાથે દુર્વ્યવહાર !
શનિવારે મોડી રાત્રે, 116 ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટ્સની બીજી બેચ સાથે યુએસ સેનાનું વિમાન અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું, જેમાં દેશનિકાલ કરાયેલા પુરુષોએ દાવો કર્યો કે તેઓ સમગ્ર ફ્લાઇટ દરમિયાન બેડીઓમાં બંધાયેલા હતા અને શીખ યુવાનો પાઘડી આપવામાં આવી ન હતી.
જો કે ત્રીજી ફ્લાઈટ્સ અંગે હજુ સુધી આવી માહિતી બહાર આવી નથી.