બે દિવસ બાદ બદલાઈ શકે છે આ નિયમો, અત્યારથી જાણી લેશો તો ફાયદામાં રહેશો…
બે દિવસ 2023નો 10મો મહિનો એટલે કે ઓક્ટોબર મહિનો પુરો થવા જઈ રહ્યો છે અને નવેમ્બર મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. દર મહિનાની પહેલી તારીખે સરકાર દ્વારા કેટલાક મહત્ત્વના અને નાગરિકોના માસિક બજેટ પર અસર કરે એવા કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. આજે અમે તમને અહીં એવા જ કેટલાક નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જે તમારું મંથલી બજેટ ખોરવી શકે છે અને એ પણ બરાબર દિવાળીના ટાણે જ…
એલઆઈસીની લેપ્સ પોલિસી શરૂ કરાવવાનો આવતીકાલે છેલ્લો દિવસ…
આપણામાંથી મોટાભાગના લોકો એલઆઈસીમાં રોકાણ કરે છે અને કોઈ વખત કોઈ કારણસર પોલિસી લેપ્સ થઈ જાય છે, તો આવી પોલિસી પાછી શરૂ કરાવવા માટે આવતીકાલનો એટલે કે 31મી ઓક્ટોબર સુધીની લિમીટ આપવામાં આવી હતી. આ લેપ્સ પોલિસી ફરી શરૂ કરાવવા માટે એલઆઈસી દ્વારા એક ખાસ કેમ્પેઈન હાથ ધરવામાં આવ્યું છે. આ સ્પેશિયલ કેમ્પેઈનમાં એક લાખ રૂપિયા સુધીના પ્રીમિયમ પર લેટ ફીમાં 30 ટકા કે પછી વધુમાં વધુ 3000 રુપિયાની છુટ મળી શકે છે. જ્યારે એક લાખથી 3 લાખની વચ્ચે 30 ટકા એટલે કે વધુમાં વધુ 3500 રુપિયા અને 3 લાખથી વધારે પર 30 ટકા એટલે કે 4000 રૂપિયા સુધીની છુટ મળી શકે છે.
લેપટોપ ઈમ્પોર્ટની ડેડલાઈન વધારાશે?
કેન્દ્ર સરકાર દ્વારા HSN 8741ની કેટેગરીના લેપટોપ, કોમ્પ્યુટર અને ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ ઈમ્પોર્ટ કરવા પર છૂટ આપવામાં આવી હતી. પરંતુ એની ડેડલાઈન પૂરી થઈ રહી છે એટલે નવેમ્બર મહિનામાં સરકાર આને લઈને શું ફેરફાર કરે છે એ તરફ પણ લોકોનું ધ્યાન હશે. જોકે, એ વાત અલગ છે કે હજી સુધી સરકારે આ બાબતે પોતાનો કોઈ સ્ટેન્ડ ક્લિયર કર્યો નથી.
સિલિન્ડરના ભાવ ઘટશે કે પછી…
સરકારી તેલ કંપનીઓ દ્વારા દર મહિનાની પહેલી તારીખે એલપીજી, પીએનજી, સીએનજીના ભાવ નક્કી કરવામાં આવે છે અને હવે જોવાની વાત એ છે કે શું સરકાર નવેમ્બરમાં આવી રહેલાં તહેવારોને ધ્યાનમાં લઈને સામાન્ય નાગરિકોને આંચકો આપતા ભાવમાં વધારો કરે છે કે પછી રાહત આપતા તેની કિંમતોમાં ઘટાડો કરે છે.