લો કમિશનની બેઠકમાં યુસીસી અને પોક્સો માટે લેવાયા આ નિર્ણયો…
લો કમિશનની બેઠક બુધવારે સવારે 11 વાગ્યે શરૂ થઈ હતી અને બપોરે 2 વાગ્યા પછી પૂરી થઈ હતી, જેમાં વન નેશન વન ઇલેક્શનના મુદ્દામાં કોઇ નિષ્કર્ષ આવ્યો નહોતો પરંતુ બીજા બે મુદ્દાઓ પર સમિતિએ યુસીસી અને પોક્સો પર પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો.
યુનિફોર્મ સિવિલ કોડને લઈને બીજી મોટી ચર્ચા ચાલી રહી છે કે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં તેને પણ લાગુ કરશે. જુલાઈ-ઓગસ્ટમાં તેના ડ્રાફ્ટને લઈને અનેક પ્રકારના સૂચનો માંગવામાં આવ્યા હતા. હવે લો કમિશનના જણાવ્યા અનુસાર કમિશને ગે લગ્નને બાકાત રાખવા માટે UCC પર રિપોર્ટ આપ્યો આપ્યો છે. રિપોર્ટ પ્રમાણે એક પુરુષ અને એક મહિલા લગ્નને જ સંમતિ આપવામાં આવી છે.
યુસીસીના કાર્યક્ષેત્રમાં સમલિંગી લગ્નનો સમાવેશ કરવામાં આવશે નહીં. UCC પર લૉ કમિશન જણાવ્યું હતું કે લગ્ન સંબંધિત ધર્મોના રિવાજો અને પરંપરાઓમાં સમલિંગી લગ્નને માન્યતા આપવામાં આવશે નહીં. રિપોર્ટમાં છૂટાછેડા, ભરણપોષણ, વારસા વગેરે સંબંધિત કાયદાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમજ બહુપત્નીત્વ, નિકાહ હલાલા, એકપક્ષીય છૂટાછેડા વગેરે બાબતો માટે કાયદા પંચ તરફથી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.
ત્રીજો અને મુખ્ય પોક્સો કાયદો સંમતિની ઉંમર નક્કી કરવા વિશે છે, જેમાં પોક્સો અને સંમતિની ઉંમર અંગે કાયદા પંચનો રિપોર્ટ પણ આવવાની શક્યતા છે. પોક્સો એક્ટમાં સંમતિ ઉંમર ઘટાડવા અંગે કોઈ સૂચન નથી. કાયદા પંચના અહેવાલમાં પોક્સો એક્ટમાં કેટલાક સુધારા સૂચવવામાં આવે તેવી શક્યતા છે, જેમાં ઉંમર નાની હોય પરંતુ જો બંનેની મંજૂરીથી સંબંધ બંધાયો હોય તો તેવા કેસમાં અદાલતોને નિર્ણય લેવાની વધુ સત્તા આપવામાં આવશે.