ઓક્ટોબર મહિનો સિનેમાપ્રેમી ઓ માટે ખાસ રહેવાનો છે. આ મહિનામાં સિનેમાઘરોમાં એક નહીં બે નહી પરંતુ 14 ફિલ્મો રિલીઝ થવાની છે. આટલું જ નહી ઓક્ટોબરના પાંચ અઠવાડિયા સુધી બોક્સ ઓફિસ જબરજસ્ત જંગ ખેલાય તેવી પૂરી સંભાવના છે. ક્યારેક સાઉથ તો ક્યારેક પેન ઈન્ડિયા અંદરો અંદર ટકરાશે તો ક્યારેક બોલીવુડની ત્રણ ફિલ્મો બોક્સ ઓફિસ પર ટકરાતી જોવા મળશે. આવો જાણીએ બોક્સ ઓફિસ પર ઔક્ટોબર હીટ કેવી રહેશે.
6 ઓક્ટોબરથી અક્ષયકુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ – ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ ‘ રિલીઝ થવાની છે. અક્ષયકુમારની આ ફિલ્મની કહાની રાનીગંજ કોલફીલ્ડની સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં અક્ષયકુમારની સાથે પરિણીતિ ચોપડા નજર આવશે. ‘મિશન રાનીગંજ – ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ’ રિલીઝના બરોબર એક દિવસ પહેલા ‘દોનો’ રિલીઝ થશે. આ ફિલ્મમાં સની દેઓલના દિકરા રાજવીર અને પૂનમ ઢિલ્લોની દિકરી પલોમા અભિનયની દુનિયામાં કદમ રાખવા જઈ રહ્યા છે. જે દિવસે અક્ષયકુમારની ફિલ્મ સિનેમાઘરોમાં દસ્તક દેશે, તેજ દિવસે ભૂમિ પેડનેકરની ‘થેંક યુ ફોર કમિંગ’ અને રઘુવીર યાદવની ‘યાત્રીસ’ પણ રિલીઝ થશે. અક્ષય કુમારની ફિલ્મ બોક્સ ઓફિસ પર ત્રણ અન્ય ફિલ્મો સાથે ટક્કર લેશે.
ટીવી સીરિયલ ‘યે હૈ મોહબ્બતે’ માં હમણાંથી લાઈમલાઈટમાં આવેલા અભિનેતા કરણ પટેલ હવે પોતાનો ધ્યાન બોલીવુડ તરફ છે. 13 ઓક્ટોબરના રોજ તે હિન્દી ફિલ્મ ‘ડરન છૂ’ થી પહેલીવાર દુનિયામાં પગ મુકી રહ્યા છે. આ ફિલ્મમાં તેમની સાથે આશુતોષ રાણા, સ્મૃતિ કાલરા અને સાનંદ વર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ સિવાય સિનેમાઘરોમાં અભિનેતા સંજય મિશ્રાની ‘ગઠલી લડ્ડૂ’ પણ રિલીઝ થવાની છે. તેમા સંજય મિશ્રાની સાથે સુબ્રત દત્તા, ધનય શેઠ, કલ્યાણી મુલે, કંચન પગારે, અર્ચના પટેલ, આરિફ શરડોલી અને સંજય સોનુ જોવા મળશે.
20 ઓક્ટોબરના રોજ બોલીવુડની ત્રણ મોટા ફિલ્મો રિલીઝ થવાની છે. પહેલી કંગના રણૌતની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘તેજસ’, બીજી દિવ્યા ખોસલાની ‘યારિયા 2’ અને ત્રીજી ટાઈગર શ્રોફની ‘ગણપત’. આ ત્રણ ફિલ્મોનો બોક્સ ઓફિસ પર ક્લેશ થશે. આ ત્રણેય ફિલ્મો પાસેથી દર્શકોની ઘણી અપેક્ષા છે. એક જ દિવસે એકસાથે રીલિઝ થતી હોવાથી દર્શકો કોના પર પ્રેમ વરસાવશે તે જોવાનું રસપ્રદ બની રહેશે.
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે