નેશનલ

દિયર સાથે લગ્ન કરવા માટે બે ભાભીઓ વચ્ચે થયું પાણીપત…

બિહારના નાલંદામાંથી એક વીડિયો વાયરલ થયો છે, જેમાં બે ભાભીઓ વચ્ચે તેમના દિયર સાથે લગ્ન કરવાને લઈને જોરદાર ઝઘડો થયો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. બંને ભાભીઓએ તેમના દિયર સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી.
 
આ આખી ઘટના હિલસાના મલામા ગામની છે. અહીં રહેતા હરેન્દ્ર પાસવાનના મોટા ભાઈઓની પત્નીઓ તેની સાથે લગ્ન કરવા માંગતી હતી. એક ભાઈનું બીમારીથી મૃત્યુ થવાને કારણે વિધવા થનાર મહિલાના માતા-પિતા અને ગ્રામજનો ઈચ્છતા હતા કે વિધવાના લગ્ન તેના દિયર સાથે કરાવી દેવામાં આવે. જ્યારે બીજા ભાઈની પત્ની મિલકતની લાલચમાં તેના દિયર સાથે લગ્ન કરવા માંગતી હતી. આ બનાવ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
 
શરૂઆતમાં બંને મહિલાઓ વચ્ચે ઝઘડો થયો અને પછી વાત મારામારી સુધી પહોંચી ગઇ. બંનેએ એકબીજાને જોરથી લાતો અને મુક્કા માર્યા હતા અને એકબીજાના વાળ ખેંચ્યા હતા. આ લડાઈમાં બંનેને સામાન્ય ઈજાઓ પણ થઈ હતી. સ્થળ પર કેટલાક લોકોની મદદથી મામલો શાંત પડયો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ શરૂ કરી હતી.
 
આ બાબતે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગ્રામજનો અને પોલીસની મદદથી તેની વિધવા ભાભી સાથે દિયરના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button