નેશનલ

દેશમાં પૂરતો સ્ટોક છે, પેટ્રોલ અને ગેસ માટે પડાપડી ના કરો! IOCL ની લોકોને ખાસ અપીલ

નવી દિલ્હીઃ ભારત અને નાપાક પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ (India Pakistan War) ફાટી નીકળ્યું છે. ત્યારે સ્વાભાવિક છે કે, લોકોમાં ડરનો માહોલ જોવા મળે! પરંતુ ભારતીય સેના સક્ષમ છે, જેથી ચિંતા કરવાની કે ડરવાની કોઈ જ જરૂર નથી. તેવું સરકારે વારંવાર કહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, યુદ્ધની સ્થિતિમાં લોકો જીવન જરૂરિયાનની વસ્તુઓ વધારે ખરીદતા હોય છે. એટલું જ નહીં પરંતુ અત્યારે પેટ્રોલ પંપ (Petrol Pump)ની બહાર લાંબી કતારો વિશે સોશિયલ મીડિયા પર પોસ્ટ્સ દેખાઈ રહી છે. આ મુદ્દે IOCL (Indian Oil Corporation Limited)એ એક ખાસ નિવેદન જાહેર કર્યું છે કે, કોઈએ ગભરાવાની કોઈ જરૂર નથી. દરેક આઉટલેટ પર LPG અને તેલનો પૂરતો પુરવઠો છે.

ઈન્ડિયન ઓઈલ પાસે તેલ અને ગેસનો પર્યાપ્ત પુરવઠો

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડે એક્સ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, ઈન્ડિયન ઓઈલ પાસે સમગ્ર દેશમાં તેલ અને ગેસનો પર્યાપ્ત પુરવઠો છે. અમારી સપ્લાય લાઇન સારી રીતે ચાલી રહી છે. ગભરાવાની અને મોટી માત્રામાં ખરીદી કરવાની કોઈ જરૂર નથી. અમારા બધા આઉટલેટ્સ પર તેલ અને ગેસ સરળતાથી ઉપલબ્ધ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કંપનીએ લોકોને પંપ પર ભીડ ન કરવાની સલાહ આપી છે, જેથી લોકોને તેલ અને ગેસ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે.

તણાવપૂર્ણ માહોલ વચ્ચે IOCLની લોકોને ખાસ અપીલ

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવપૂર્ણ માહોલ વચ્ચે IOCLએ લોકોને ખાસ અપીલ કરી છે. અત્યારે પેટ્રોલ પંપ પર લોકોએ લાઈનો લગાડી છે. લોકોને ડર છે કે, પેટ્રોલ ખતમ થઈ જશે. પરંતુ વાસ્તવિકતા એવી નથી. IOCL પાસે પૂરતો પુરવઠો છે, જેથી કોઈએ પણ જરાય ગભરાવવાની જરૂર નથી. ભારત દેશ દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સક્ષમ છે, જેથી દરેક ભારતીય નાગરિકે ચિંતામુક્ત રહેવાની જરૂર છે. સોશિયલ મીડિયામાં એવી કોઈ પણ પોસ્ટ ના કરીએ જેના કારણે આપણી સેનાનું મનોબળ ઓછું થયા અને દુશ્મનોને મદદ મળે!

આ પણ વાંચો શું ધોની ઉતરશે યુદ્ધ મેદાનમાં? જાણો શું છે ટેરિટોરિયલ આર્મી

ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કર્યા

પહલગામમાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે 7મી મે 2025 ના રોજ ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના 9 આતંકવાદી ઠેકાણાઓને ધ્વસ્ત કરી દેવામાં આવ્યાં હતાં. અત્યારે પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં દરેક ભારતીય નાગરિકોએ સેનાનો સાથ આપવાની જરૂર છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button