નેશનલસ્પેશિયલ ફિચર્સ

આ શહેરની થાળીમાં ઝેર છે, તમારા શહેરમાં મળે છે શુદ્ધ શાકભાજી?

શહેરોની જિંદગી ગામડામા રહેતા ઘણાને લુભાવે છે અને પોતાની તરફ ખેંચે છે. પણ તેમને ખબર નથી કે ગામડામાં રહેવાથી તેમને અમુક અંશે શુદ્ધ હવા પાણીને ખોરાક મળે છે જે શહેરોમાં દુષ્કર બની ગયા છે. ભારતના તમામ મોટા શહેરોની લગભગ આ જ સ્થિતિ છે ત્યારે ટેકસિટી કહેવાતા કે આઈટી હબ કહેવાતા બેંગલુરુમાં સરકારી એજન્સીઓને રીતસરના પુરાવા મળ્યા છે કે અહીંના શાકભાજીમાં ઝેરી કેમિકલ ભળેલો છે.

મળતા અહેવાલો અનુસાર એક સરકારી એજન્સીએ બેંગલુરુમાં ઘણી નાની-મોટી શાકભાજીની દુકાનોમાંથી સેમ્પલ એકઠા કર્યા અને તપાસ કર્યા બાદ જાણવા મળ્યું કે બેંગલુરુના બજારોમાં પહોંચતા મોટા ભાગના શાકભાજી ગંદા પાણી એટલે કે ઘરો અને કારખાનાઓમાંથી નીકળતા ગંદા અને પ્રદૂષિત પાણીમાંથી ઉત્પન્ન થાય છે. ગંદા પાણીમાં ઉગાડવામાં આવતી શાકભાજીમાં આર્સેનિક, નિકલ, કેડમિયમ, ક્રોમિયમ, પારો, ઝીંક અને મેગ્નેશિયમ જેવી ભારે ધાતુઓનું પ્રમાણ વધુ હોય છે જે કિડની, લીવર, આંતરડા અને કેન્સર જેવા રોગોનું કારણ બની શકે છે.

એન્વાયર્નમેન્ટલ મેનેજમેન્ટ એન્ડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (EMPRI) ના સંશોધકોએ શહેરના બજારોમાં વેચાતી 10 શાકભાજીના 400 નમૂનાઓનું પરીક્ષણ કર્યું અને જાણવા મળ્યું કે શાકભાજીમાં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) દ્વારા નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઝેરીલા તત્વો મળી આવ્યા હતા.

બેંગલુરુ સમગ્ર કર્ણાટકમાં પાંચમું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર છે જ્યાં કોલાર, ચિક્કાબલ્લાપુર, રામનગરા અને બેંગલુરુ ગ્રામીણ વિસ્તારોના ખેડૂતો શાકભાજી સપ્લાય કરે છે. એક એજન્સી જે ખેડૂતો પાસેથી શાકભાજીનો પુરવઠો સંભાળે છે તે 70 ટન શાકભાજીનું વિતરણ કરે છે જ્યારે શહેરની બાકીની વસ્તી નાની મોટી એનલાઈન એપ્સ દ્વારા પણ શાકભાજી મંગાવે છે.

એન્વાયર્નમેન્ટલ મેનેજમેન્ટ એન્ડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (EMPRI) ના સંશોધકોએ બેંગલુરુના 20 સ્ટોર્સમાંથી શાકભાજીના 400 નમૂના એકત્રિત કર્યા, જેમાં પાંચ સુપરમાર્કેટ, પાંચ સ્થાનિક બજારો, બહુવિધ સ્ટોર્સ અને એજન્સીનો સમાવેશ થાય છે. જેમાં રીંગણ, ટામેટા, કેપ્સિકમ, કઠોળ, ગાજર, લીલા મરચાં, ડુંગળી, બટેટા, પાલક અને ધાણા સહિત 10 શાકભાજીના નમૂનાઓમાં ભારે કેમિકલ્સ, મિનરલ્સની માત્રાની તપાસ કરવામાં આવી હતી.

સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે પોતે ઓર્ગેનિક ખેતી કરી શાકભાજી ઉગાડે છે તેવો દાવો કરતી એજન્સીના શાકભાજીમાં પણ જરૂર કરતા વધારે માત્રામાં આ તત્વો મળી આવ્યા હતા. જેમકે કોઈપણ ખાદ્ય પદાર્થમાં આર્યનની સ્વીકાર્ય માત્ર વધીને 425.5 મિલિગ્રામ/કિલોગ્રામ હોય છે જ્યારે તપાસ સમયે ધ્યાનમા આવ્યું કે ઓર્ગેનિક શાકભાજી વેચતા સ્ટોરના તે 810 મિલિગ્રામ મળ્યું ત્યારે ધાણાભાજી એટલે કે કોથમિરમાં 945 મિલિગ્રામ મળ્યું અને પાલકમાંથી 554 મિલિગ્રામ મળ્યું હતું.
જો આવી હાલત બેંગલુરુ હોય તો તમારા શહેરમાં પણ શુદ્ધ શાકભાજી મળે છે તે માની લેવું ભૂલભરેલું ગણાશે. ગંદા અને કેમિકલયુક્ત પાણીમાં ઉગતા શાકભાજી સ્વાસ્થ્ય માટે કેટલા હાનિકારક છે તે જાણીએ છીએ ત્યારે સવાલ એ થાય કે માણસને શુદ્ધ શાકભાજી પણ ન મળતા હોય તો તે ક્યાં જાય…

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button