નેશનલ

“પોલીસનો કોઇ વાંક નથી..” અતીક અહેમદની હત્યા મામલે UP સરકારે દાખલ કર્યું હલફનામું

ઉત્તરપ્રદેશના કુખ્યાત ગેંગસ્ટર અતીક અહેમદ અને તેના ભાઇ અશરફ અહેમદની પોલીસ કસ્ટડી દરમિયાન થયેલી હત્યા મામલે ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં હલફનામું દાખલ કર્યું છે. આ હલફનામામાં સરકારે જણાવ્યું છે કે અતીક અહેમદની હત્યામાં પોલીસથી કોઇ ભૂલ થઇ નથી. પોલીસે અતીકની હત્યાની તપાસ કરવામાં કોઇ કસર બાકી રાખી નથી એવું યુપી સરકારે નિવેદન આપ્યું હતું.

ઉત્તરપ્રદેશની સરકારે અતીક અહેમદની હત્યા મામલે યુપી પોલીસની ભૂમિકા સહિતના તમામ આરોપો નકાર્યા હતા અને કેસની નિષ્પક્ષ સુનાવણી સુનિશ્ચિત કરાશે તેમ જણાવ્યું હતું. અરજીકર્તા દ્વારા જેટલા પણ એન્કાઉન્ટરની તપાસ કરવાની માગણી કરવામાં આવી હતી એ તમામની તપાસ કરવામાં આવી છે અને એકપણ એન્કાઉન્ટરમાં પોલીસ તરફથી ભૂલ થઇ હોય તેવું સાબિત થતું નથી.

વિકાસ દુબેના કેસમાં યુપીની સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ બીએસ ચૌહાણની અધ્યક્ષતામાં 3 સભ્યોની સમિતિ રચવામાં આવી હતી. ચૌહાણ કમિશનને બિકરુ કાંડ અને વિકાસ દુબેના મૃત્યુના કેસમાં તપાસ કરવાનું કહેવામાં આવ્યું હતું અને તેમાં પણ પોલીસની કોઇ ભૂલ હોય તેવું બહાર આવ્યું નથી.

આ ઉપરાંત યુપી સરકારે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા સ્વબચાવમાં માર્યા ગયેલા ગુનેગારોના સંદર્ભે નોંધાયેલા કેસોની તપાસ અને રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ દ્વારા ચાલી રહેલી તપાસની પોલીસ હેડક્વાર્ટર સ્તરે નિયમિતપણે તમામ ઝોન/કમિશનરેટ પાસેથી માહિતી મેળવ્યા બાદ સમીક્ષા કરવામાં આવે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત