નેશનલ

મુંબઈમાં લોકલમાં સ્ટન્ટ કરનારાઓની ખેર નથી, રેલવે પોલીસ કરશે કાર્યવાહી

મુંબઈઃ મુંબઈ લોકલ ટ્રેન લાખો પ્રવાસીઓ માટે લાઈફલાઈન સમાન છે, પણ કેટલાક પ્રવાસીઓ એવા પણ છે કે જેઓ એક ક્ષણમાં જ પોતાના જીવનની કિંમત કોડીની કરી નાખે છે. સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવા માટે યુવાનો જીવલેણ સ્ટન્ટ કરતાં અચકાતા નથી. પણ હવે રેલવે પોલીસે આવા લોકો સામે કડક કાર્યવાહી કરવાની ચિમકી ઉચ્ચારી છે.

હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવો જ એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. ટવીટર પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોની રેલવે પોલીસ દ્વારા નોંધ લેવામાં આવી છે અને પોલીસે લોકલ ટ્રેનમાં આ પ્રકારના સ્ટન્ટ કરનારાઓ સામે આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે, એવું આશ્વાસ પણ આપ્યું હતું.

કુર્લા-માનખુર્દ દરમિયાન પ્રવાસ કરી રહેલો એક યુવાન દરવાજા પાસેના ફૂટબોર્ડ પર ઊભો રહીને જીવલેણ સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે. ટ્રેનમાં ભીડ ન હોવા છતાં પણ યુવાને પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો. યુવાનની આ ડેડલી સ્ટન્ટ કેમેરામાં કેદ થઈ ગયો હતો અને આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર શેર કરવામાં આવ્યો હતો.

આ વીડિયોમાં દોડતી ટ્રેનમાં સ્ટન્ટ કરીને યુવાન ટ્રેક પર જ કૂદકો મારીને ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ પણ કર્યો હતો. ટ્રેનમાં પ્રવાસ કરીને રહેલાં અન્ય પ્રવાસીઓએ જ્યારે યુવાનને કહ્યું કે પોલીસ તને પકડી લેશે ત્યારે તે ચાલતી ટ્રેનમાંથી જ ઉતરીને પોબારા ગણી ગયો હતો.

સંબંધિત લેખો

Back to top button