આજે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચેની બીજી ટી-૨૦ મેચ પર પણ વરસાદનો ખતરો | મુંબઈ સમાચાર
નેશનલ

આજે સાઉથ આફ્રિકા અને ભારત વચ્ચેની બીજી ટી-૨૦ મેચ પર પણ વરસાદનો ખતરો

પોર્ટ એલિઝાબેથ: આજે ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટી-૨૦ મેચ રમાશે. ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી. પ્રથમ મેચમાં વરસાદના કારણે ટોસ પણ થઇ શક્યો ન હતો. બીજી મેચ પોર્ટ એલિઝાબેથના સેન્ટ જ્યોર્જ પાર્કમાં ટકરાશે. જોકે આ મેચ પર પણ વરસાદનો ખતરો મંડરાઇ રહ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચાહકો માટે કોઈ સારા સમાચાર નથી. વાસ્તવમાં પોર્ટ એલિઝાબેથમાં પણ વરસાદ વિલન બની શકે છે. એટલે કે વરસાદના કારણે મેચ ધોવાઈ શકે છે.
સાંજે પાંચ વાગ્યે વરસાદની શક્યતા ૨૦ ટકા છે. આ ઉપરાંત ભેજનું પ્રમાણ ૭૩.૫ ટકા રહેવાની ધારણા છે. જ્યારે તાપમાન ૨૪ ડિગ્રી સેલ્સિયસથી ૧૭ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે. આ મેચ સ્થાનિક સમય અનુસાર સાંજે પાંચ વાગ્યે શરૂ થશે. પરંતુ સારા સમાચાર એ છે કે મેચની વચ્ચે ઝાકળ આવવાની બિલકુલ શક્યતા નથી.

એવું માનવામાં આવે છે કે આકાશ વાદળછાયું રહેશે, તેથી ઝડપી બોલરોને પીચમાંથી મદદ મળશે. પરંતુ આ વિકેટ પર સ્પિનરને વધુ મદદ મળે તેવી શક્યતા નથી. આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે ૮.૩૦ વાગ્યે શરૂ થશે. આ પછી શ્રેણીની ત્રીજી મેચ ૧૪ ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં રમાશે. બંને ટીમો વચ્ચેની બીજી ટી-૨૦ મેચ ઘણી મહત્ત્વની બની રહી છે.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button