ગુવાહાટીઃ ગુવાહાટી એરપોર્ટ પર નમાઝ અદા કરવા માટે અલગ રૂમ બનાવવાની માંગ પર ગુવાહાટી હાઈકોર્ટ ગુસ્સે થઈ છે. હાઈકોર્ટે કહ્યું કે નમાઝ માટે મસ્જિદ છે, ત્યાં જાઓ. અને કહ્યું કે જો નમાઝ માટે અલગ ઓરડો નહીં બનાવવામાં આવે તો સમાજને શું નુકસાન છે? તમારા કયા અધિકારોનું ઉલ્લંઘન થયું છે? આ સાથે કોર્ટે જાહેર હિતની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે આવી અરજીઓ સામે પણ વાંધો ઉઠાવ્યો હતો.
ચીફ જસ્ટિસ સંદીપ મહેતા અને જસ્ટિસ સુષ્મિતા ખાઉંડની ડિવિઝન બેંચ સમક્ષ આ અરજીની સુનાવણી કરવામાં આવી રહી હતી. તે સમયે બેન્ચે સવાલ કર્યો હતો કે, જો નમાઝ માટે અલગ રૂમ નહીં બનાવવામાં આવે તો તમારા કયા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન થશે? આપણો દેશ સેક્યુલર છે. કોઈપણ એક સમુદાયની પ્રાર્થના માટે અલગ વ્યવસ્થા કેવી રીતે કરી શકાય? તમે મસ્જિદમાં જઈને નમાઝ અદા કરી શકો છો.”
અરજદારે દલીલ કરી હતી કે, “કેટલીક ફ્લાઈટ્સનો સમય એવો હોય છે કે તે મુસ્લિમો માટે પ્રાર્થનાનો સમય હોય છે. દિલ્હી અને અગરતલામાં નમાઝ અદા કરવા માટે અલગ જગ્યા છે, પણ ગુવાહાટીમાં એવું નથી.” આના જવાબમાં હાઇ કોર્ટે જણાવ્યું હતું કે , આ તમારી પસંદગી છે. તમારે તમારી અનુકૂળતા મુજબ ફ્લાઈટ લેવી જોઈએ. એરપોર્ટ પર મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. છેવટે, કોઈ એક સમુદાય માટે આવી માંગ કેવી રીતે કરી શકાય? અગર ગુવાહાટીમાં એવું નથી તો શું તે મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે? તમારી પાસે નમાઝ માટે જગ્યા છે, ત્યાં જાઓ. આ સાથે કોર્ટે પીઆઈએલ ફગાવી દીધી હતી.
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો
આ વખતે 14 નવેમ્બરે, તમે તમારા બાળકોને આ ફિલ્મ બતાવો