…તો બેંક તમને દરરોજ આપશે રૂ. 5000, જાણી લો RBIનો નવો નિયમ…

જો તમે પણ કોઈ બેંકમાંથી લોન લીધી છે અને લોનનું રિ-પેમેન્ટ કે સેટલમેન્ટ કરી દીધું છે. ત્યાર બાદ પણ જો બેંક દ્વારા તમને જમા કરાવેલા દસ્તાવેજો પાછા નહીં મળે તો તમને દરરોજના 5000 રૂપિયા આપવામાં આવશે. જેમાં બધા પ્રકારની સ્થાવર અને જંગમ મિલ્કતોના મુખ્ય દસ્તાવેજોનો સમાવેશ થાય છે. દંડની રકમ એ બેંક કે સંસ્થા દ્વારા ચૂકવવામાં આવશે જ્યાંથી ગ્રાહકે લોન લીધી હશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા આ બાબતે આજે એટલે કે 13મી સપ્ટેમ્બરના દિવસે એક નોટિફિકેશન બહાર પાડીને સંબંધિત આદેશ આપ્યો છે. આ આદેશ રેગ્યુલેટેડ ઈંટીટીઝ (REs)કે જેમાં બધી બેંક, NBFC (HSCs સહિત), ARCs, LABs અને કો-ઓપરેટિવ બેંકોને આપવામાં આવ્યો છે.
લોનના રી-પેમેન્ટ કે સેટલમેન્ટ બાદ 30 દિવસની અંદર લોન લેનારાઓને તેના દસ્તાવેજો આપી દેવાનું ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. પહેલી ડિસેમ્બર, 2023થી આ નિયમ અમલમાં મૂકવામાં આવશે. દેશની સેન્ટ્રલ બેંકે ગ્રાહકોની સુરક્ષા અને માનસિક હેરાનગતિને સમજીને આ મહત્ત્વનું પગલું ભર્યું છે.
આરબીઆઈ દ્વારા આપવામાં આવેલા આદેશમાં એ બાબત સ્પષ્ટ થાય છે કે REs સ્થાવર અને જંગમ પ્રોપર્ટીના ઓરિજનલ ડોક્યુમેન્ટસ લોન લેનારાઓને લોન ચૂકવી દીધાના 30 દિવસની અંદર જ સોંપી દેવા પડશે.