નેશનલ

ફિલ્મોમાં જોયું હતું કે સીધી રીતે કોઈ ન સાંભળે તો આવું કરવું પડે”, કહી યુવકે કલેક્ટર સામે પેટ્રોલ છાંટ્યું

કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરમાં શનિવારે આયોજિત ‘સંપૂર્ણ સમાધાન દિવસ’ દરમિયાન એક ચોંકાવનારી ઘટના બની હતી. જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ જ્યારે લોકોની ફરિયાદો સાંભળી રહ્યા હતા, ત્યારે અચાનક ભીડમાંથી એક યુવક ચીસો પાડતો બહાર આવ્યો અને સૌની નજર સામે પોતાના પર પેટ્રોલ છાંટી દીધું હતું. થોડી ઘડીમાં જ શાંતિપૂર્ણ માહોલમાં અફરાતફરી મચી ગઈ હતી અને પેટ્રોલની ગંધ ફેલાઈ ગઈ હતી. આ દરમિયાન યુવક બૂમ પાડી રહ્યો હતો કે, “સાહેબ! કોઈ સાંભળતું નથી, આજે હું મારો જીવ આપી દઈશ.”

ઘટનાને પગલે તુરંત હરકતમાં આવેલી પોલીસે રણજીત ઉર્ફે બઉવન સિંહ નામના આ યુવકને ઘેરી લીધો અને અનિચ્છનીય ઘટના બનતા અટકાવી હતી. જ્યારે પોલીસે તેની પૂછપરછ કરી, ત્યારે રણજીતે જે જવાબ આપ્યો તે વહીવટી તંત્ર માટે શરમજનક હતો. તેણે જણાવ્યું કે, “મેં ફિલ્મોમાં જોયું હતું કે જ્યારે વહીવટીતંત્ર સીધી રીતે વાત ન સાંભળે, ત્યારે આ રીતે અવાજ ઉઠાવવો પડે છે.” આ જવાબ સાંભળીને ત્યાં હાજર તમામ અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.

તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કરબિગવાં સાઢ ગામનો રહેવાસી રણજીત છેલ્લા ઘણા સમયથી ઘરની નાલીના વિવાદને લઈને પરેશાન હતો. તેના પાડોશીઓએ તેના કાચા મકાનની નાલી તોડીને બંધ કરી દીધી છે, જેના કારણે ગંદુ પાણી તેના ઘરના પાયામાં ભરાઈ રહ્યું છે. યુવકને તેનું મકાન પડી જશે અને પરિવાર બેઘર થઈ જવાનો ડર સતાવી રહ્યો છે.પીડિત પરિવારનો આરોપ છે કે પાડોશીઓ તેમને સતત ધમકાવે છે અને પોલીસ પણ તેમની વાત સાંભળતી નથી.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button