નવી દિલ્હીઃ ખૂબ જ હંગામી સાબિત થયેલું સંસદનું શિયાળુસત્ર એક દિવસ વહેલુ પૂરું થઈ જાય તેવી સંભાવના છે. હમાણા થોડીવાર પછી જ સંસદનું શિયાળુસત્ર આટોપાઈ શકે તેવી જાણકારી સૂત્રો દ્વારા મળી છે. આ સત્રમાં 13મી ડિસેમ્બરના રોજ થયેલી સુરક્ષામાં ચૂકની ઘટના બાદ સત્રનું ચિત્ર જ પલટાઈ ગયું હતું અને ભારે હંગામા વચ્ચે સત્ર ચાલી રહ્યું છે. એક તરફ 143 સાસંદના સસ્પેન્શન તો બીજી બાજુ ઉપરાષ્ટ્રપતિની મીમીક્રી વગેરે સમાચારોએ છાપામાં જગ્યાઓ લીધી છે અને જનતાાન પશ્ર્નો અને પ્રતિનિધિત્વ ઓછું થયું છે.
સંસદની સુરક્ષા ક્ષતિઓને લઈને ચાલી રહેલી રાજકીય લડાઈ વચ્ચે, સસ્પેન્ડેડ સાંસદોની રેકોર્ડ સંખ્યા બની રહી છે. લોકસભાની વર્તમાન સ્થિતિ આ પ્રમાણે છે, NDAના સાંસદોની સંખ્યા 321 છે, જ્યારે વિપક્ષના સાંસદોની સંખ્યા 201 છે, જેમાંથી 97 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજ્યસભાની વર્તમાન સ્થિતિ અનુસાર, સાંસદોની કુલ સંખ્યા 238 છે, જેમાંથી 113 સાંસદો NDA ગઠબંધનના છે, જ્યારે 125 સાંસદો વિપક્ષના છે. જેમાંથી 46 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
તે જ સમયે, ભારતીય ન્યાય (સેકન્ડ) કોડ 2023, ભારતીય નાગરિક સુરક્ષા (સેકન્ડ) કોડ 2023 અને ભારતીય પુરાવા (સેકન્ડ) બિલ 2023 બુધવારે પસાર કરવામાં આવ્યા હતા. આ સંસ્થાનવાદી યુગના ભારતીય દંડ સંહિતા અને CrPCનું સ્થાન લેશે. ટેલિકોમ બિલ પણ લોકસભામાં પસાર થયું હતું. ગુરુવારે પણ કેટલાક મહત્વપૂર્ણ બિલ પાસ થયા છે. આજે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ભારતીય ન્યાય (II) કોડ બિલ-2023, ભારતીય નાગરિક સુરક્ષા (II) કોડ બિલ-2023 અને ભારતીય પુરાવા (II) બિલ-2023 રાજ્યસભામાં રજૂ કર્યા છે. આ બિલો પર વિચાર કરવામાં આવશે અને પસાર કરવામાં આવ્યા છે.
4થી 22 ડિસેમ્બર સુધી ચાલવાનું હતું આ સત્ર પણ આજે જ પૂરું થાય તેવી સંભાવના છે.
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ