નેશનલ

ઉત્તરાખંડ વિધાનસભાએ યુસીસી બિલ પસાર કર્યું

દેહરાદૂન: ઉત્તરાખંડની વિધાનસભાએ બુધવારે યુનિફોર્મ સિવિલ કોડ બિલ પસાર કર્યું છે, જે અન્ય ભાજપ સંચાલિત રાજ્યો માટે સમાન કાયદો ઘડવા માટે નમૂના તરીકે કામ કરી શકે છે. મૌખિક મતદાન દ્વારા પસાર કરાયેલા બિલને એક દિવસ પહેલા જ ભાજપની બહુમતી વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું હતું અને વિપક્ષે સૂચવ્યું હતું કે તેને પહેલા ગૃહની પસંદગી સમિતિને મોકલવામાં આવે. એકવાર આ
બિલને રાજ્યપાલની સંમતિ મળી જાય પછી, ઉત્તરાખંડ આઝાદી પછીનું પહેલું રાજ્ય બની જશે કે જે કોઈપણ નાગરિકો માટે લગ્ન, છૂટાછેડા, જમીન, મિલકત અને વારસો અંગે સામાન્ય કાયદો મેળવશે, પછી ભલે તે કોઈપણ ધર્મનો હોય.

આ બિલ પસાર થતાં પહેલાં તેના પર બોલતા, મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે આ કોઈ સામાન્ય કાયદો નથી.

યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) તમામ ધર્મોમાં પુરુષો અને સ્ત્રીઓ માટે સમાન કાયદા બનાવશે અને બિન-પક્ષપાતી અને ભેદભાવ રહિત સમાજનું નિર્માણ કરવામાં મદદ કરશે.
તે ખાસ કરીને મહિલાઓના અધિકારોનું રક્ષણ કરશે અને તેમના શોષણનો અંત લાવશે, એમ ધામીએ જણાવ્યું હતું.

એમણે કહ્યું કે ‘વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વિકસિત ભારતના નિર્માણમાં ઉત્તરાખંડનું આ એક નાનું યોગદાન છે. તે ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં અમે રાજ્યના લોકો માટે કરેલી પ્રતિબદ્ધતાને પૂર્ણ કરે છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button