ટોપ ન્યૂઝનેશનલ

…તો તમે શું કરી રહ્યા છો? પાટનગરમાં પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટે સરકારને લગાવી ફટકાર

નવી દિલ્હી: શિયાળો શરુ થતા જ દર વર્ષે દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર (Delhi Air Pollution) વધી જાય છે, આ વર્ષે પણ વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે, જેને કારણે લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસર પહોંચી રહી છે. દિલ્હી-NCRમાં વધી રહેલા વાયુ પ્રદૂષણના મુદ્દે સોમવારે સુપ્રીમ કોર્ટ(Supreme court)માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી.

તમે શું કરી રહ્યા છો?
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે GRAP અગાઉ કેમ લાગુ કેમ કરવામાં ન આવ્યું? એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 300 થી ઉપર હતો ત્યારે પણ GRAP-3 શા માટે લાગુ કરવામાં ન આવ્યો? સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે 13 નવેમ્બરે AQI 401ને પાર કરી ગયો હતો, પરંતુ GRAP-3 ત્રણ દિવસ પછી કેમ લાગુ કરવામાં આવ્યો? તમે GRAP-4ના અમલ માટે શું પગલાં લઈ રહ્યા છો?

સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે દિલ્હીમાં AQI 300થી નીચે જાય તો પણ કોર્ટની પરવાનગી વિના GRAP-4ને દૂર કરવામાં ન આવે.

જસ્ટિસ અભય એસ ઓક અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે સુનાવણી હાથ ધરી હતી. દિલ્હીમાં હાનીકારક પ્રદૂષણ અંગે સુપ્રીમ કોર્ટ પાસે વહેલી સુનાવણીની માગણી કરતા એમિકસએ કહ્યું હતું કે આજે આપણે ગંભીર પરિસ્થિતિમાં છીએ. સરકારે હજુ સુધી કોઈ નક્કર પગલાં લીધા નથી. આપણે દિલ્હીને વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બનવા ન દેવું જોઈએ.

Also Read – દિલ્હીની હવામાં ઝેર, AQI 500ને પાર, GRAP-4 લાગુ, શાળાઓ બંધ

આજથી દિલ્હીમાં GRAP-4 લાગુ:
દિલ્હીમાં સોમવારે AQI 481 નોંધાયો હતો. જેને ધ્યાનમાં રાખીને આજથી દિલ્હીમાં GRAP-4 લાગુ કરવામાં આવ્યો છે. રવિવારે AQI 450 પર પહોંચ્યા પછી GRAP 4 લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ આજે સવારે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી અને AQI 500 નોંધાયો હતો. AQI નોઈડામાં 384, ગાઝિયાબાદમાં 400, ગુરુગ્રામમાં 446 અને ફરીદાબાદમાં 336 નોંધાયું હતું.

GRAP શું છે?
ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (GRAP) દિલ્હી-NCR પ્રદેશમાં વાયુ પ્રદૂષણને રોકવા પગલા લેવા માટેનો પ્લાન છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ના પ્રમાણ મુજબ આ પ્લાનના સ્ટેજ લાગુ કરવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button