નેશનલ

સુપ્રીમ કોર્ટે કહ્યું કે જ્ઞાનવાપી પર હવે સુનવણી બે અઠવાડિયા બાદ થશે…

નવી દિલ્હી: વારાણસીના જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત મા શ્રૃંગાર ગૌરીની નિયમિત પૂજાની માંગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ કહ્યું હતું કે કોર્ટ પહેલા વિચાર કરશે કે જ્ઞાનવાપી સંકુલમાં હાજર શ્રૃંગાર ગૌરી/દેવતાઓની મૂર્તિઓની નિયમિત પૂજા કરવાના અધિકારની માગણી કરતી હિન્દુ પક્ષની અરજી સાંભળવા યોગ્ય છે કે નહીં. કોર્ટે સુનાવણી 2 અઠવાડિયા માટે મુલતવી રાખી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પહેલા તે સુનાવણી કરશે કે કેસ સુનાવણી યોગ્ય છે કે નહીં. ત્યારબાદ મુસ્લિમ પક્ષ દ્વારા એડવોકેટ કમિશનરની નિમણૂકને પડકારતા કેસની સુનાવણી થશે.

અલ્હાબાદ હાઈકોર્ટે આ અરજીઓને સુનાવણી માટે યોગ્ય ગણાવી હતી. મુસ્લિમ પક્ષે આ આદેશને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. મુસ્લિમ પક્ષ વતી, હુઝૈફા અહમદીએ માંગ કરી હતી કે આને લગતી વધુ બે અરજીઓ (વજુખાનાના એડવોકેટ કમિશનર અને ASI સર્વેની નિમણૂક અને કાર્બન ડેટિંગ સામે) પણ પેન્ડિંગ છે. એટલા માટે તમામ કેસની સુનાવણી એકસાથે થવી જોઈએ. જો કે હિંદુ પક્ષે આ અંગે વાંધો વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે જગ્યાનો સર્વે થઈ ગયા બાદ હવે આ માંગણી બિનઅસરકારક બની ગઈ છે.

નોંધનીય છે કે રાખી સિંહ સહિત પાંચ મહિલાઓએ વારાણસી સ્થિત જ્ઞાનવાપી સંકુલમાં મા શ્રૃંગાર ગૌરી અને અન્ય દેવતાઓની નિયમિત પૂજાને લઈને કેસ દાખલ કર્યો હતો. અત્યાર સુધી, ચૈત્ર નવરાત્રીના ચોથા દિવસે આખા વર્ષમાં માત્ર એક જ વાર શૃંગાર ગૌરીની પૂજા કરવાની છૂટ છે. અન્ય દિવસોમાં ત્યાં પૂજા થતી નથી. આવી સ્થિતિમાં રેખા પાઠક, લક્ષ્મી દેવી, સીતા સાહુ, મંજુ વ્યાસ અને રાખી સિંહે તેમની અરજીમાં નિયમિત પૂજા કરવાનો અધિકાર માંગ્યો છે.

મુસ્લિમ પક્ષનું કહેવું છે કે 1991ના પ્લેસીસ ઓફ વર્શીપ એક્ટને કારણે હિન્દુ પક્ષનો કેસ સાંભળવા યોગ્ય નથી. આ કાયદા અનુસાર કોઈપણ ધાર્મિક સ્થળનું સ્વરૂપ એ જ રહેશે જે આઝાદી સમયે હતું એટલે કે. 15 ઓગસ્ટ 1947 ના રોજ, તે બદલી શકાતું નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બુક પરથી બનાવવામાં આવેલી 9 Superhit Filmમાંથી તમે કેટલી જોઈ છે? આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ શું આ ડ્રાયફ્રૂટ ખાવાથી વધે છે કોલેસ્ટ્રોલ? ચાલો જાણીએ હકીકત… દહીં સાથે ક્યારેય નહી ખાવી જોઇએ આ ચીજ, સ્વાસ્થ્યને થાય છે નુક્સાન