મંદિરોના વહીવટના હકને લગતી અરજી સુપ્રીમ કોર્ટે કાઢી નાખી
નવી દિલ્હી: ધાર્મિક સ્થળના વહીવટને લગતી જાહેર હિતની અરજી બુધવારે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. પ્રચારલક્ષી ગણાવી સુપ્રીમ કોર્ટે અરજી કાઢી નાખી હતી. મુસ્લિમો, પારસી અને ખ્રિસ્તીઓ પોતાના ધર્મસ્થળના વહીવટનો હક ધરાવે છે તેવો જ હક હિંદુઓ, જૈનો, બૌદ્ધધર્મીઓ અને શીખોને મળવો જોઈએ તેવી પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશન એડવોકેટ અશ્ર્વિની ઉપાધ્યાયે કરી હતી.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું કે આ મામલો સંસદના (અથવા વિધાનસભાના) કાર્યક્ષેત્રમાં પડે છે અને કોર્ટ તેમાં કંઈ કરી નહીં શકે.
કોર્ટે કહ્યું કે ‘મિ. ઉપાધ્યાય યોગ્ય પીટીશન કરો. આ કેવી વિનંતી છે? શું આવી વિનંતી માન્ય થઈ શકે? આ પીટીશન પાછી ખેંચો અને એવી વિનંતી રજૂ કરી છે, મંજૂર થઈ શકે. આ બધું પ્રચારલક્ષી લિટિગેશન છે. આ પીટીશન ટકી નહીં શકે.’
આર્ટિકલ ૨૬ હેઠળ સંસ્થાઓના વહીવટનો હક તમામ સમાજ માટે કુદરતી હક છે તેવી એડવોકેટ
અશ્ર્વિનીકુમાર દૂબે દ્વારા રજૂ કરાયેલી પીઆઈએલમાં કહેવામાં આવ્યું હતું.
દેશમાંના લગભગ નવ લાખ હિંદુ મંદિરમાંથી લગભગ ચાર લાખ મંદિર સરકારી નિયત્રંણ હેઠળ છે, તેવું અરજીમાં કહેવામાં આવ્યું છે. આ પ્રકારના નિર્દેશની વિનંતી કરતી હિંદુ સંત સ્વામી જિતેન્દ્રનંદ સરસ્વતીની અરજી પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી.